ભરૂચ હાઈવે પર મોડીરાત્રે સુરતથી અમદાવાદ આવતી લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત
Live TV
-
આ અકસ્માતમાં 3 ના મોત જ્યારે 20 લોકોને થઇ ઇજા થઈ હતી, ઇજાગ્રસ્તો સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
ભરૂચ હાઈવે પર આવેલા વડદલા ગામ પાસે લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં ત્રણ મુસાફરોના મોત નિપજ્યાં છે. જ્યારે 20 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. મધ્યરાત્રિએ આશરે 1 વાગ્યે આ અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ અને 108નો કાફલો ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો. જેમાં ઇજાગ્રસ્તોને 108 મારફતે સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. બસ સુરતથી અમદાવાદ તરફ જઇ રહી હતી તે સમય અકસ્માત સજાર્યો હતો. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
