Skip to main content
Settings Settings for Dark

ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સુરત ખાતે દક્ષિણ ઝોનના પદાધિકારીઓની બેઠક યોજાઇ

Live TV

X
  • ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, આજે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સુરત ખાતે દક્ષિણ ઝોનના પદાધિકારીઓની બેઠક યોજાઇ હતી.

    આ બેઠકમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ, પ્રદેશ મહામંત્રી ડૉ.પ્રશાંત કોરાટ, પ્રદેશ ચૂંટણી સંચાલન સમિતિના સંયોજક ગોરધન ઝડફીયા તથા દક્ષિણ ઝોનના વિવિધ જિલ્લા- મહાનગરના સંગઠનના પદાધિકારીઓ, આગેવાનો તથા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આજની આ બેઠકમાં ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ વિવિધ સંગઠનાત્મક વિષયો અંગે વિગતવાર માર્ગદર્શન આપી આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મજબૂત અને સુનિયોજિત સંગઠન વ્યવસ્થા સાથે બુથ સ્તર સુધી, પ્રત્યેક ઘર સુધી ભાજપાની કેન્દ્ર અને રાજ્ય સરકારની પ્રજાહિતની કામગીરી તેમજ સ્થાનિક ચુંટાયેલી પાંખ દ્વારા કરાયેલા કાર્યોની માહિતી પંહોચાડવા આહ્વાન કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ, પ્રદેશ મહામંત્રી ડૉ.પ્રશાંત કોરાટ અને પ્રદેશ ચૂંટણી સંચાલન સમિતિના સંયોજક ગોરધન ઝડફીયાએ પ્રાસંગિક ઉદ્બોધન કરી કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
apply