ભાજપે ઠાકોર ઉમેદવારની કરી પસંદગી, વાવ પેટાચૂંટણીમાં ભાજપની કમાન સ્વરૂપજી ઠાકોર સંભાળશે
Live TV
-
વિધાનસભા ચૂંટણી હારેલા ગુલાબસિંહને ફરી કોંગ્રેસે તક આપી
વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં ઠાકોરની સામે રાજપૂતની લડાઈ જોવા મળશે. આખરે ભાજપે વાવમાં પેટાચૂંટણીમાં સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી છે. ત્યારે વાવ બેઠક માટે ભાજપના સ્વરૂપજી ઠાકોર અને કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત સામે સીધી જંગ થશે.
જાતીય સમીકરણને ધ્યાને લઈ ઠાકોર ઉમેદવારને ભાજપે ટિકિટ આપી
ભાજપ ગેનીબેનના ગઢમાં તેમને ટક્કર આપવા માટે ઠાકોર ઉમેદવારની પસંદગી કરશે તે લગભગ ફાઈનલ હતુ. ભાજપ વાવ બેઠક પર ઠાકોર ઉમેદવારને ટિકિટ આપી છે. પિરાજી ઠાકોર અથવા સ્વરૂપજી ઠાકોરમાંથી કોઈ એકની પસંદગી થશે તેવી ચર્ચા હતી. પીરાજી ઠાકોર બનાસ બેંકમાં ડાયરેક્ટર છે. તો સ્વરૂપજી ઠાકોર ગત વિધાનસભાની ચૂંટણી વાવથી લડ્યા હતા. જાતીય સમીકરણને ધ્યાને લઈ ઠાકોર ઉમેદવારને ભાજપે ટિકિટ આપી છે. કારણ કે, વાવ બેઠક પર સૌથી વધુ ઠાકોર મતદારો છે. આખરે ભાજપે સ્વરૂપજી ઠાકોરની પસંદગી કરી છે.
વિધાનસભા ચૂંટણી હારેલા ગુલાબસિંહને ફરી કોંગ્રેસે તક આપી
વાવ વિધાનસભા બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર પણ જાહેર થઈ ગયા છે. વાવ વિધાનસભા બેઠકથી ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપી છે. 2022 માં વિધાનસભા ચૂંટણી હારેલા ગુલાબસિંહને ફરી કોંગ્રેસે તક આપી છે. 2022 માં ગુલાબસિંહ રાજપૂત થરાદ બેઠકથી ચૂંટણી લડ્યા હતા. જ્યાં શંકર ચૌધરી સામે તેમની હાર થઈ હતી. ગુલાબસિંહ વાવ પેટાચૂંટણી માટે ટિકિટની રેસમાં સૌથી આગળ હતા. લાંબા સમયથી કોંગ્રેસ સાથે જોડાયેલા ગુલાબસિંહ આ પહેલા પણ ધારાસભ્ય રહી ચુક્યા છે. સાથે જ ગુલાબસિંહે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો.
