Skip to main content
Settings Settings for Dark

ભારત-અમેરિકા વ્યાપાર સમજૂતી થકી ગુજરાતના ઉદ્યોગો માટે વિકાસના ખૂલ્યા નવા દ્વાર

Live TV

X
  • ભારત-અમેરિકા વચ્ચેની ઐતિહાસિક વ્યાપાર સમજૂતીથી અમેરિકાએ ભારતીય સામાન પર ટેરિફ 50% થી ઘટાડી 18% કર્યો છે. આ નિર્ણયથી ગુજરાતના ટેક્ષટાઇલ, હીરા અને કેમિકલ ઉદ્યોગોમાં નિકાસના નવા વિક્રમો સર્જાશે અને લાખો નવી રોજગારીની તકો ઊભી થશે.

     પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વ હેઠળ ભારત અને અમેરિકા વચ્ચે થયેલી વચગાળાની વ્યાપાર સમજૂતી ગુજરાતના અર્થતંત્ર માટે 'બુસ્ટર ડોઝ' સાબિત થવા જઈ રહી છે. આ સીમાચિહ્નરૂપ સમજૂતીના પરિણામે અમેરિકાએ ભારતીય ઉત્પાદનો પરના ટેરિફ (આયાત ડ્યૂટી) 50 ટકાથી ઘટાડીને સીધા 18 ટકા કરી દીધા છે. ટેરિફમાં થયેલો આ 32 ટકાનો માતબાર ઘટાડો અમેરિકન માર્કેટમાં ભારતીય સામાનને વધુ સ્પર્ધાત્મક બનાવશે, જેનાથી ગુજરાતના નિકાસ ક્ષેત્રમાં વિક્રમજનક વૃદ્ધિની અપેક્ષા રાખવામાં આવી રહી છે. ખાસ કરીને રાજ્યના ટેક્ષટાઇલ, જેમ્સ એન્ડ જ્વેલરી અને કેમિકલ સેક્ટર માટે આ એક સુવર્ણ તક સમાન છે.

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત પહેલેથી જ દેશનું અગ્રણી નિકાસકર્તા રાજ્ય રહ્યું છે. આ નવી સમજૂતીથી રાજ્યના ટેક્ષટાઇલ અને ગારમેન્ટ ઉદ્યોગને સૌથી મોટો વેગ મળશે. નિષ્ણાંતોના મતે, ટેરિફ ઘટવાને કારણે ગુજરાતના હોમ ટેક્ષટાઇલ અને ગારમેન્ટ ઉત્પાદનોની માંગમાં 100 થી 150 ટકાનો વધારો થઈ શકે છે. આ વધારાને પગલે રાજ્યના મુખ્ય ટેક્ષટાઇલ ક્લસ્ટરોમાં ઉત્પાદન ક્ષમતા વધશે અને નવા ઓર્ડર મળતા નફાકારકતામાં પણ સુધારો જોવા મળશે.

    સુરતના હીરા ઉદ્યોગ માટે પણ આ સમજૂતી આશાનું નવું કિરણ લઈને આવી છે. વિશ્વના ડાયમંડ પોલિશિંગ હબ ગણાતા સુરતના જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરને ટેરિફમાં ઘટાડો થવાથી મોટું માર્જિન મળશે. અગાઉ ઊંચી ડ્યૂટીને કારણે જે આર્થિક નુકસાન વેઠવું પડ્યું હતું, તેની હવે ભરપાઈ થશે અને અમેરિકાના બજારમાં સુરતના હીરાનો દબદબો ફરીથી સ્થાપિત થશે. તેવી જ રીતે ભરૂચ, વાપી અને અમદાવાદના કેમિકલ તેમજ ફાર્મા ક્લસ્ટરોમાં પણ મોટી રિકવરી જોવા મળશે. અગાઉ નિકાસમાં જે 25-30 ટકાનો ઘટાડો નોંધાયો હતો, તે હવે પૂરો થશે અને ફાર્મા પ્રોડક્ટ્સ પર લો-ડ્યૂટીનો લાભ મળતા ગુજરાતનું સ્થાન ગ્લોબલ ફાર્મા માર્કેટમાં વધુ મજબૂત બનશે.

    ભવિષ્યના ઉદ્યોગો જેવા કે રિન્યુએબલ એનર્જી અને સોલાર મેન્યુફેક્ચરિંગ માટે પણ આ સમજૂતી મહત્વની છે. ગુજરાતમાં બનતી સોલાર પેનલ અને તેના કમ્પોનન્ટ્સની અમેરિકામાં નિકાસ હવે વ્યાપારી રીતે વધુ નફાકારક બનશે. આ ઉપરાંત, ગ્રામીણ કારીગરો દ્વારા નિર્મિત હેન્ડીક્રાફ્ટની વસ્તુઓને અમેરિકન માર્કેટમાં સરળ પ્રવેશ મળતા છેવાડાના માનવી સુધી આર્થિક લાભ પહોંચશે. આ સમગ્ર પ્રક્રિયાથી માત્ર મોટા ઉદ્યોગો જ નહીં, પરંતુ રાજ્યના હજારો MSME એકમો, લોજિસ્ટિક્સ અને આનુષંગિક સેવાઓમાં રોજગારીની લાખો નવી તકો ઊભી થશે, જે અંતે ગુજરાતને વૈશ્વિક વેલ્યુ ચેઈનમાં ટોચના સ્થાને બિરાજમાન કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply