ભારત તેની સ્વતંત્રતાની શતાબ્દી ઉજવશે ત્યાં સુધીમાં એક વિકસિત રાષ્ટ્રનો દરજ્જો પ્રાપ્ત કરશે: પ્રધાનમંત્રી
Live TV
-
ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને ખાતરી આપી હતી કે ભારત તેની સ્વતંત્રતાની શતાબ્દીની ઉજવણી કરશે ત્યાં સુધીમાં તે વિકસિત રાષ્ટ્રનો દરજ્જો પ્રાપ્ત કરશે.
પ્રધાનમંત્રી મોદીએ આજે ગુજરાતના આણંદ અને સુરેન્દ્રનગરમાં બે બેક ટુ બેક રેલીઓને સંબોધી હતી. આણંદમાં એક રેલીને સંબોધતા, પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે NDA શાસનમાં દેશમાં છેલ્લા 10 વર્ષમાં મોટા પાયા પર પરિવર્તન આવ્યું છે. તેમણે કહ્યું કે ભારત વૈશ્વિક મામલામાં મુખ્ય ખેલાડી તરીકે ઉભરી આવ્યું છે અને વિશ્વ ભારતને આંતરરાષ્ટ્રીય સંઘર્ષોમાં મધ્યસ્થી તરીકે જોઈ રહ્યું છે. તેમણે છેલ્લા એક દાયકા દરમિયાન દેશની વૈશ્વિક છબીમાં નોંધપાત્ર ફેરફાર વિશે પણ વાત કરી હતી. તેમણે રાજકીય લાભ માટે ગરીબોનું શોષણ કરવા અને ઓબીસી સમુદાયને અન્યાય કરવા બદલ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. પ્રધાનમંત્રી મોદીએ આશ્વાસન પણ આપ્યું હતું કે તેમની સરકાર દેશમાં ધર્મના આધારે આરક્ષણ આપવાના પ્રયાસો પર રોક લગાવશે.
સુરેન્દ્રનગરમાં એક ચૂંટણી રેલીમાં બોલતા પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતના લોકોને ચૂંટણીના દિવસે ભાજપના ઉમેદવારોની તરફેણમાં મોટી સંખ્યામાં મતદાન કરવા અને મતદાનની ટકાવારીના અગાઉના તમામ રેકોર્ડ તોડવા અપીલ કરી હતી. વિવિધ કૌભાંડો અને ભ્રષ્ટાચાર માટે કોંગ્રેસની નિંદા કરતા, પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે છેલ્લા દસ વર્ષમાં દેશમાં એક પણ કૌભાંડ નથી થયું. તેમણે કહ્યું કે દેશમાં ગરીબ લોકોનો કોંગ્રેસમાંથી વિશ્વાસ ઊઠી ગયો છે. પ્રધાનમંત્રી ગઈકાલથી રાજ્યમાં પ્રચાર કરી રહેલા મોદી આજે જૂનાગઢ અને જામનગરમાં પણ રેલીઓને સંબોધવાના છે.
દરમિયાન, કોંગ્રેસના નેતા અને રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે અમદાવાદમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી અને ખાતરી આપી હતી કે કોંગ્રેસ મેનિફેસ્ટો સમાજના દરેક વર્ગને ન્યાયની ખાતરી આપે છે. જ્યારે અશોક ગેહલોતે દેશમાં લોકશાહીની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને લોકોને ગેરમાર્ગે દોરવા અને મોંઘવારી અને બેરોજગારી જેવા મુખ્ય મુદ્દાઓની અવગણના કરવા બદલ ભાજપની ટીકા કરી હતી. AAP નેતા સુનીતા કેજરીવાલ પણ આજે રાજ્યમાં પ્રચાર કરી રહી છે. ભાવનગરના AAPના ઉમેદવાર ઉમેશ મકવાણાની તરફેણમાં તેમણે બોટાદમાં રોડ શો કર્યો હતો.
