ભાવનગર અને ઘોઘા- દહેજ વચ્ચે આજે રોપેક્સ ફેરી સર્વિસ શરૂ
Live TV
-
ભાવનગર અને ઘોઘા- દહેજ વચ્ચે આજે રોપેક્સ ફેરી સર્વિસ શરૂ. મુખ્યમંત્રી રોપેક્સ ફેરીનું લોકાર્પણ કરી દહેજ સુધી આ શિપમાં કાફલાં સાથે મુસાફરી કરી
ભાવનગર અને ઘોઘા- દહેજ વચ્ચે આજે રોપેક્સ ફેરી સર્વિસ શરૂ થશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી તેનો પ્રારંભ કરાવશે. મુખ્યમંત્રી રોપેક્સ ફેરીનું લોકાર્પણ કરી દહેજ સુધી આ શિપમાં કાફલાં સાથે મુસાફરી કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ સર્વિસમાં મુસાફરોની સાથે ટ્રક કાર બસ અને બાઈક સહિતના વાહનોની પણ અવર- જવર થશે. આ ફેરી સેવા થકી મુસાફરો અને વાહનોનું દરિયાઈ પરિવહન સરળ થશે અને આ શહેરો વચ્ચેનું અંતર કાપવાના સમયમાં ઘટાડો થશે. પ્રવાસનને નવી દિશા મળશે. રો- રો ફેરી થકી રોજગારની નવી તકો ઉભી થશે. આ યોજના રાષ્ટ્રના આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ બની રહેશે. રો - રોપેક્સ ફેરીના કારણે ટ્રાફિક હળવો થશે અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વ્યાપારને વેગ મળશે.
