Skip to main content
Settings Settings for Dark

મંત્રાલયે દવા ઉત્પાદકો,નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને હળપતિ આવાસ યોજના અંગે બેઠક યોજાઈ

Live TV

X
  •  નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને સુરત કલેકટર કચેરી ખાતે હળપતિ આવાસ યોજનાના વિવિધ પ્રશ્નો અંગે એક મહત્વની સમીક્ષા બેઠક મળી હતી.

    આ બેઠકમાં હળપતિ સમાજના ઘરવિહોણા નાગરિકોને ઘરનું ઘર મળે, સુરત શહેર તેમજ સુડા વિસ્તારમાં રહેતા હળપતિ અને આદિવાસી સમાજના લોકોને આવાસ, જમીન અને મકાનના માલિકીના હક્ક મેળવવામાં પડતી મુશ્કેલીઓના નિરાકરણ અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.  ગરીબ અને વંચિત હળપતિ પરિવારોને સરકારી વ્યવસ્થા અને નિયમો અનુસાર આવાસના લાભો કોઈ પણ પ્રકારની અડચણ વગર સમયસર મળી રહે તે માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ ગોઠવવા નાયબ મુખ્યમંત્રીએ સંબંધિત અધિકારીઓને જરૂરી દિશાનિર્દેશો આપ્યા હતા.

    બેઠક દરમિયાન હળપતિ આવાસ યોજના હેઠળ પાત્રતા ધરાવતા હોવા છતાં જે લાભાર્થીઓને હજુ સુધી લાભ મળ્યો ન હોય તેના ટેકનિકલ અને વહીવટી કારણો જાણીને તેના ત્વરિત નિરાકરણ માટે ગહન ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રશ્નોના કાયમી ઉકેલ માટે વહીવટીતંત્ર, સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત તંત્ર, હળપતિ ગૃહ નિર્માણ બોર્ડ સંયુક્ત રીતે એક વિશેષ કમિટી બનાવવાનો નિર્દેશ આપ્યો હતો. આ કમિટી હળપતિ આવાસના લાભાર્થીઓને યોજનાનો લાભ ન મળવા પાછળના ચોક્કસ કારણો શોધીને તેનો વહેલી તકે ઉકેલ લાવવાની કામગીરી કરશે.આ ઉપરાંત લાભાર્થીઓને પ્રોપર્ટી કાર્ડની નકલો ઝડપથી મળી રહે અને તેમાં સર્જાતી વહીવટી ક્ષતિઓને સત્વરે દૂર કરી અરજદારોને લાભ આપવાની તાકીદ કરી હતી.  હળપતિ તેમજ આદિવાસી સમાજના લોકોના વર્ષોથી અટવાયેલા વારસાઈના પ્રશ્નોના કાયમી ઉકેલ માટે જરૂરી સલાહ-સૂચનો અને કાયદાકીય માર્ગદર્શન પૂરું પાડવા બાબતે પણ વહીવટીતંત્રને સૂચના આપવામાં આવી હતી.

    કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી વડાપ્રધાન સ્વામિત્વ યોજના અંતર્ગત શહેર-જિલ્લામાં યોજનાનો ઝડપથી અમલ થાય તે માટે વહીવટી કામગીરી વેગવંતી બનાવવા જણાવ્યું હતું. લોકોને પોતાના ઘર અને જમીનના માલિકી હક્કના દસ્તાવેજો ઝડપથી મળે તેમજ યોજનાનો મહત્તમ લાભ મળી રહે તે માટે નાયબ મુખ્યમંત્રીએ ખાસ ભાર મૂક્યો હતો. બેઠકમાં સાંસદ મુકેશ દલાલ, ધારાસભ્ય સર્વ મુકેશ પટેલ, સંદિપ દેસાઈ, મનુ પટેલ, સંગીતાબેન પાટીલ, જિલ્લા કલેક્ટર તેજસ પરમાર, મનપા કમિશ્નર એમ.નાગરાજન, નિવાસી અધિક કલેક્ટર વિજય રબારી સહિત વિવિધ વિભાગના અધિકારીઓ હાજર રહ્યાં હતા.આયાતકારો, વિતરકો અને અન્ય હિસ્સેદારોને કાયદાની જોગવાઈઓનું પાલન સુનિશ્ચિત કરવા અને જરૂરી સુધારાત્મક પગલાં લેવાની પણ સલાહ આપી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply