મંત્રીમંડળમાં સ્થાન મેળવ્યા બાદ મંત્રી રિવાબાનું ઉત્સાહભેર સ્વાગત
Live TV
-
ગુજરાત રાજ્ય સરકારના નવા મંત્રીમંડળમાં સ્થાન મેળવ્યા બાદ જામનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રિવાબા જાડેજા આજે પ્રથમવાર જામનગર પહોંચ્યા હતા. ગાંધીનગરમાં પોતાના ખાતાનો ચાર્જ સંભાળ્યા બાદ તેઓ ક્રિકેટર રવિન્દ્ર જાડેજા સાથે જામનગર આવ્યા હતા. તેમના આગમન પર શહેરના લોકો અને કાર્યકરો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમનું કંકુ-તિલક કરીને સ્વાગત કરાયું હતું. આ ઉપરાંત, પુષ્પવર્ષા અને આતશબાજી પણ કરવામાં આવી હતી. ઢોલ-નગારાના તાલે તેમને આવકારવામાં આવ્યા હતા.
જામનગરના ગુલાબ નગર વિસ્તારમાં આયોજિત સ્વાગત સમારોહમાં રાજપૂત સમૂહ લગ્ન સમિતિના હોદ્દેદારો, રાજપૂત સમાજના કાર્યકરો, જામનગર શહેર ભાજપના સ્થાનિક વોર્ડના કોર્પોરેટરો અને અન્ય કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નવનિયુક્ત રાજ્ય કક્ષાના મંત્રી રિવાબા જાડેજાએ આ પ્રસંગે શહેર ભાજપના કાર્યકર્તાઓ તેમજ રાજપૂત સમાજના અગ્રણીઓ સહિત ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
