Skip to main content
Settings Settings for Dark

મગફળી પકવતા ખેડૂતો માટે સારા સમાચાર, 21 ઓક્ટોબરથી નાફેડનો ‘ટેકો'

Live TV

X
  • 1 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર દરમિયાન ખેડૂતો કરાવી શકશે રજીસ્ટ્રેશન-પ્રતિમણ 1 હજાર 55 ના ભાવે કરાશે ખરીદી

    રાજ્ય સરકારે ચાલુ વર્ષે ટેકાના ભાવે વહેલી મગફળી ખરીદવાનો નિર્ણય લીધો છે. આ અંગે રાજ્ય કૃષિ મંત્રી આર. સી. ફળદુએ વધારે માહિતી આપતાં જણાવ્યું કે, ટેકાના ભાવે ખરીદી માટે પહેલી ઓક્ટોબરથી ખેડૂતો રજીસ્ટ્રેશન કરાવી શકશે. અને 21 ઓક્ટોબરથી ખરીદી શરૂ કરવામાં આવશે. 90 દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી ચાલુ રહેશે. કૃષિમંત્રીએ જણાવ્યું કે, નાફેડની દેખરેખ હેઠળ ખરીદી કરવામાં આવશે. તો રાજ્યમાં ચાલુ વર્ષે ભારે વરસાદને કારણે અનેક ખેડૂતોને ખેતીમાં નુકસાન થયું છે. તે અંગે કૃષિમંત્રીએ જણાવ્યું કે, વરસાદથી થયેલા નુકસાન અંગેનો સરવે હાલ ચાલી રહ્યો છે. વરસાદને કારણે રાજ્યમાં 13 લાખ હેક્ટર જમીનમાં નુકસાન થયું છે. જેમાંથી 3 લાખ હેક્ટર જમીનમાં સરવેની કામગીરી પૂર્ણ થઈ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply