Skip to main content
Settings Settings for Dark

મતદાર યાદી સુધારણા ઝુંબેશ: દિવ્યાંગો, સિનિયર સિટીઝન્સ માટે વિશેષ કેમ્પનું આયોજન થશે

Live TV

X
  • સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાલમાં ચાલી રહી છે, જેનો ગણતરીનો તબક્કો 4થી ડિસેમ્બર સુધી ચાલવાનો છે.

    આ પ્રક્રિયામાં નાગરિકોનો અપ્રતિમ સહકાર મળી રહ્યો છે, ત્યારે ચૂંટણી પંચ દ્વારા દિવ્યાંગજનો, સિનિયર સિટીઝન તથા વિચરતી અને વિમુક્ત જાતિના લોકોને એન્કાઉન્ટર (ગણતરી) ફોર્મ ભરવામાં કોઈ મુશ્કેલી ન પડે તેની ખાસ દરકાર લેવામાં આવી રહી છે.મુખ્ય નિર્વાચન અધિકારી હારીત શુક્લાએ આ સમુદાયો માટે સહાયક અભિગમ દર્શાવતા તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓને પત્રના માધ્યમથી અનુરોધ કર્યો છે:

    સ્થાનિક કક્ષાએ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ સાથે સંકલન સાધવું.આ સમુદાયો માટે વિશિષ્ટ કેમ્પનું આયોજન કરવું.જિલ્લા કક્ષાએ નિમાયેલા નોડલ અધિકારી અને નોડલ એજન્સીના સંપર્કમાં રહીને સુચારુ વ્યવસ્થાની ખાતરી કરવી. આવા કેમ્પ બાબતે નાગરિકોને આગોતરી જાણ કરવા માટે પણ જણાવવામાં આવ્યું છે.આ પહેલનો હેતુ એ છે કે રાજ્યના તમામ વર્ગોના નાગરિકો તેમની લોકશાહી ફરજ નિભાવવામાં સમાનરૂપે ભાગ લઈ શકે અને તેમને યોગ્ય મદદ મળી રહે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply