Skip to main content
Settings Settings for Dark

મહાત્મા મંદિર ખાતે 'COP-13'નું આયોજન, પ્રકાશ જાવડેકરે નોર્વે સાથે કરી બેઠક 

Live TV

X
  • ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી પ્રકાશ જાવડેકરે નોર્વેના પર્યાવરણ મંત્રી સ્વેનંગ રોતેવત્ન સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. આ બેઠકમાં બંને દેશોએ પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન તેમાં પણ ખાસ કરીને દરિયાઈ પ્રદૂષણના ક્ષેત્રે પરસ્પર સહયોગ મજબૂત કરવાનો નિર્ણય કર્યો હતો.

    ત્યારબાદ બંને મંત્રીઓએ સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી. બેઠકમાં જળવાયુ પરિવર્તનના પડકારો માટેના સંયુક્ત પ્રયાસો, ટેક્નોલોજીને પરસ્પર કરવા સહિત પર્યાવરણ ક્ષેત્રે અનુસંધાન અને વિકાસની રૂપરેખા નક્કી કરાઈ હતી. પત્રકારો સાથેની વાતચીતમાં પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે, વર્ષ 2020 પર્યાવરણ માટે ઉત્તમ વર્ષ સાબિત થશે.

    ભારત અને નોર્વે આગામી દશકમાં પર્યાવરણ ઉપર સમગ્ર વિશ્વમાં ઝડપી કાર્યવાહી કરશે.આ ઉપરાંત તેમણે કહ્યું કે, ભારતે સમુદ્રમાં પ્લાસ્ટીકના કચરાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે નોર્વે સાથે સંવાદ શરૂ કર્યો છે અને બંને દેશોએ સતત વિકાસની સાથે સમુદ્રી અર્થવ્યવસ્થા પર સંયુક્ત કાર્ય સમૂહોની રચના પણ કરી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
apply