મહીસાગરના કડાણા ડેમના 21 દરવાજા ખોલાયા, 106 ગામોમાં એલર્ટ
Live TV
-
ગુજરાતનાં ઉપવાસમાં થયેલા ભારે વરસાદને કારણે મહીસાગરના કડાણા ડેમમાં સતત પાણીની આવક થઇ રહી છે. જ્યારે કડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં પાણી છોડાઈ રહ્યું છે. ડેમના 21 ગેટ ખોલી મહીસાગર નદીમાં પાણી છોડાઈ રહ્યું છે. પાણીની ભારે આવક બાદ મહીસાગર નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. જેના પગલે ખેડા-વડોદરાને જોડતો ગળતેશ્વર-ડેસર બ્રિજ બંધ કરાયો છે. સતત પાણીની આવકને પગલે મહીસાગર નદી બે કાંઠે જોવા મળી રહી છે. જ્યારે મહીસાગર નદીકાંઠાના 106થી પણ વધુ ગામોને સાવધાન રહેવા સૂચના અપાઈ છે.
રાત્રિ દરમિયાન 3 લાખ ક્યુસેક પાણી છોડવામાંમાં આવ્યું હતું, જે હાલમાં 2.50 લાખ ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેના પગલે મહીસાગર નદીકાંઠાના 106થી પણ વધુ ગામોને સાવધાન રહેવા સૂચના અપાઈ છે. જ્યારે ડુબક પુલની બંને બાજુ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
હાલમાં પણ ઉપરવાસમાંથી કડાણા ડેમમાં સતત પાણીની આવકના પગલે તંત્રને મહીસાગર નદીમાં પાણી છોડવાની ફરજ પડી રહી છે. કડાણા ડેમનું રૂલ લેવલ 417 ફૂટ 5 ઇંચ પહોંચ્યું છે.
પાણીની આવક વધતા સાવચેતીના ભાગરૂપે બ્રિજ બંધ કરાયો છે. સાથે જ તલાટીઓ, અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા આદેશ અપાયો છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે મહીસાગર નદીમાં વણાકબોરી વિયરમાંથી પાણી છોડવામાં આવ્યું છે.
