મહેમદાવાદ: યાંત્રિક ખેત-ઓજાર સહાય વેરિફિકેશન કેમ્પ યોજાયો
Live TV
-
ખેડૂતોને 107 યાંત્રિક ઓજાર ખરીદી માટે માટે 64 લાખની સબસિડી લાભાર્થી ખેડૂતોના બેન્ક ખાતામાં જમા કરવામા આવશે.
ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણની મુખ્ય ઉપસ્થિતિમાં મહેમદાવાદ ખાતે યાંત્રિક ખેત-ઓજાર સહાય વેરીફીકેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો. ખેડૂતોને 107 યાંત્રિક ઓજાર ખરીદી માટે માટે 64 લાખની સબસિડી લાભાર્થી ખેડૂતોના બેન્ક ખાતામાં જમા કરવામા આવશે. યાંત્રિક ખેત ઓજાર વેરિફિકેશન કેમ્પ અંતર્ગત ટ્રેક્ટર, હાર્વેસ્ટર, બેલર, લેઝર લેન્ડ લેવલર, પોટેટો ડીગર, પોટેટો પ્લાનટર, રોટાવેટર, પાવર થ્રેશર, પંપ સેટ જેવા વિવિધ ખેત ઓજારોની ખરીદી માટે સહાય આપવામાં આવશે. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ, એપીએમસી ચેરમેન, જિલ્લા ખેતીવાડી અધિકારી, મદદનીશ ખેત નિયામક, વિતરણ અધિકારીશ્રી, ગ્રામ સેવકો અને લાભાર્થીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
