Skip to main content
Settings Settings for Dark

મહેસાણામાં સાંસદ ખેલ મહાકુંભનો પ્રારંભ

Live TV

X
  • મહેસાણામાં સાંસદ ખેલ મહાકુંભનો પ્રારંભ

    મહેસાણા જિલ્લાના રમતગમત સંકુલ ખાતે જિલ્લા કક્ષાના સાંસદ ખેલ મહાકુંભનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે. મહેસાણાના સાંસદ શ્રી હરિભાઈ પટેલના હસ્તે આ ખેલ મહાકુંભનો વિધિવત્ આરંભ કરવામાં આવ્યો હતો.

    આ પ્રસંગે રાજ્ય સભાના સાંસદ શ્રી મયંકભાઈ નાયક અને જિલ્લા રમત ગમત અધિકારી શ્રી વિરલ ચૌધરી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

    બ્રોન્ઝ મેડલ વિજેતા ખેલાડીઓનું સન્માન

    ખેલ મહાકુંભના ઉદ્ઘાટન સમારોહમાં મહેસાણા જિલ્લાના પ્રતિભાશાળી ખેલાડીઓને મહાનુભાવોના હસ્તે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તાજેતરમાં જ ઓરિસ્સા ખાતે યોજાયેલી મેન્સ હેન્ડબોલ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ મેળવીને જિલ્લાનું ગૌરવ વધારનારા ખેલાડીઓને વિશેષરૂપે સન્માનિત કરવામાં આવ્યા હતા.

    સાંસદ ખેલ મહાકુંભના આરંભથી જિલ્લાના યુવાનોમાં રમતગમત પ્રત્યે ઉત્સાહ વધશે અને સ્થાનિક પ્રતિભાઓને રાજ્ય તથા રાષ્ટ્રીય કક્ષાએ પોતાની કળા દર્શાવવા માટે એક મંચ મળશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply