મહેસાણા: ઉત્તર ગુજરાતનું પ્રથમ "સરદાર પટેલ સ્ટેડિયમ"નું લોકાર્પણ કરવામાં આવ્યું
Live TV
-
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે આ સ્ટેડિયમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
મહેસાણા નગરપાલિકા દ્વારા શહેરના હજારો યુવાનો અને ખેલાડીઓને રમત-ગમત ક્ષેત્રે પ્રોત્સાહન આપવા આ સ્ટેડિયમનું નિર્માણ કરવામાં આવ્યું છે. મહેસાણા નગરપાલિકા દ્વારા ઉત્તર ગુજરાતનું પ્રથમ "સરદાર પટેલ સ્ટેડિયમ" રૂપિયા 11 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે આ સ્ટેડિયમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. શહેરના હજારો યુવાનો અને ખેલાડીઓને રમત-ગમત ક્ષેત્રે પ્રોત્સાહન આપવા તૈયાર કરાયેલ સ્ટેડિયમમાં 5 હજાર દર્શકો એક સાથે બેસી શકે તેવી સુવિધાઓ સજ્જ કરવામાં આવી છે.
5,000 પ્રેક્ષકોની બેઠક વ્યવસ્થા ધરાવતું પાકુ RCCનું અદ્યતન સ્ટેડિયમ છે. આ સ્ટેડિયમનું કુલ ક્ષેત્રફળ 24,100 ચોરસ મીટર છે. અંદાજીત 10 વીધા જમીનમાં તૈયાર થયેલ છે. આ સ્ટેડીયમાં પ્રેક્ટીસ માટે અલગ અલગ પાંચ પીચો તૈયાર કરવામાં આવી છે. ઉપરાંત ક્રિકેટ, બાસ્કેટ બોલ, વોલીબોલ, ટેનિસ રમવા માટેની વ્યવસ્થા પણ કરાઇ છે. 250 મોટરકાર તેમજ 1,000 ટુ વ્હીલરની પાર્કિગની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.
પૂર્વ નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ દ્વારા આંતરરાષ્ટ્રીય કક્ષાએ ટેનિસમાં ગોલ્ડ મેડલ મેળવનાર તસમીન મીરનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત રાષ્ટીય કક્ષાએ વિવિધ પ્રકારની રમતોમાં ખોડિયાર એજ્યુકેશન સંચાલિત માનસિક દિવ્યાંગ સ્કૂલના બાળકોએ અલગ અલગ રમતોમાં ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. આ તમામ ખેલાડીઓનું પણ સન્માન કરીને તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
