Skip to main content
Settings Settings for Dark

માળીયા કચ્છ હાઈવે પર ટેન્કર,ટ્રક અને કાર વચ્ચે અકસ્માત,ચાર લોકોના મોત

Live TV

X
  • કચ્છના સુરજબારી ટોલ નાકા પાસે મોડી રાતે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમા એક ટ્રક, ટેન્કર અને કાર વચ્ચે ભયાનક ટક્કર થઈ હતી. આ ટક્કર બાદ તમામ વાહનોમાં ભયાનક આગ લાગી ગઈ હતી.  જેના કારણે આગ લાગી અને ચાર લોકોના મોત નીપજ્યા હતા. આ દુર્ઘટનામાં 2 બાળકો એક ટ્રક ડ્રાઈવર અને એક ક્લિનરના મોત નિપજ્યા હતા.

     

    મોરબી-માળીયા કચ્છ હાઈવે પર ટ્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે. માળિયા કચ્છ હાઈવે પર કાર, ટ્રક અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો હતો...આ અકસ્માત થતા ભીષણ આગ ભભૂકી ઉઠી હતી.. જેમાં કુલ ચાર લોકો બળીને ભડથું થઈ ગયા.. મૃતકોમાં બે સગીર, ટ્રક ડ્રાઈવર અને ક્લીનરનો સમાવેશ થાય છે..આ અકસ્માતમાં કુલ છ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.જેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા..

    સુરજબારીથી હરીપર વચ્ચે રોંગ સાઈડમાં આવતા ટેલર અને ડિઝલ ભરેલી ટ્રક વચ્ચે અકસ્માતમાં ડીઝલ ઢોળાતા અને અર્ટીકા કાર બંને સાથે અથડાતા આગની જ્વાળાઓ ઉઠી હતી.. અને ચાર લોકો તેમાં બળીને ખાખ થઇ ગયા.. જ્યારે પાંચ બાળકો અને અન્ય 2 લોકોને બચાવી લેવાયા હતા..અકસ્માતમાં ઘાયલોને તાત્કાલિક સામખિયાળી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલે છે. ઇજાગ્રસ્તોમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

    અકસ્માતને પગલે હાઇવે પર 10 કિલોમીટરથી વધુ લાંબો ટ્રાફીક સર્જાયો હતો મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ફાયર ટીમે આગ પર કાબૂ મેળવવા ભારે જહેમત ઉઠાવી, અને ઘટના સ્થળે બચાવ કામગીરી ઝડપથી હાથ ધરવામાં આવી. પોલીસ અકસ્માતના કારણો નક્કી કરવા માટે તપાસ કરી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
apply