મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ‘શહેરી વિકાસ વર્ષ 2025’અંતર્ગત મહાનગરપાલિકાની વિવિધ પહેલનો કરાવ્યો શુભારંભ
Live TV
-
‘શહેરી વિકાસ વર્ષ 2025’અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મહાનગરપાલિકાની વિવિધ પહેલનો શુભારંભ કરાવ્યો હતો.
સાથે જ ‘અર્બન ડેવલપમેન્ટ એક્શન પ્લાન’,‘પોલિસી ફોર ગુડ કન્સ્ટ્રક્શન પ્રેક્ટિસિસ’અને ગ્રીન અમદાવાદ માટેની પોલિસીનું વિમોચન કર્યું હતું.. આ ઉપરાંત, સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મૂન ટ્રેઈલ –ગ્લૉ ગાર્ડન અને દેશના પ્રથમ સૌરઊર્જા સંચાલિત ઓન-રુટ ઈલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશનનું પણ લોકાર્પણ કર્યુ હતું.. આ પ્રસંગે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2005માં રાજ્યમાં સર્વાંગીણ શહેરી વિકાસનો પાયો નાંખ્યો હતો.. આજે બે દાયકા બાદ આપણાં શહેરો માત્ર ગ્રોથ હબ જ નહીં, પરંતુ ગ્રીન હબ તરીકે પણ વિકસી રહ્યા છે..
