મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પહિંદ વિધિ, ભગવાન જગન્નાથ રથમાં સવાર થઈ નીકળ્યા નગરચર્યાએ
Live TV
-
અમદવાદમાં 149મી રથયાત્રામાં મુખ્યમંત્રીના હસ્તે પહિંદ વિધિ કરવામાં આવી. ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્રજી રથ પર સવાર થઈને નગરચર્યાએ નીકળ્યા છે. રથયાત્રાને લઈને શહેર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ભગવાન જગન્નાથ રથમાં સવાર થઈ નગરચર્યાએ નીકળ્યા છે, ત્યારે રથયાત્રામાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહ્યો છે.
અમદાવાદમાં આજે ગુરુવારે(16 જુલાઈ) અષાઢી બીજના પાવન અવસરે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા છે, જેને પગલે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંપરાગત રીતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોનાની સાવરણીથી રસ્તો સાફ કરી પહિંદ વિધિ સંપન્ન કરી હતી. ત્યારબાદ રથ ખેંચીને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું.
રથયાત્રાનો રુટ
• જગન્નાથ મંદિર
• AMC ઓફિસ
• ઢાળની પોળ
• રાયપુર ચકલા
• ખાડિયા
• કાલુપુર રેલવે સ્ટેશન
• કાલુપુર દરવાજા
• સરસપુર
• પ્રેમ દરવાજા
• દિલ્હી ચકલા
• શાહપુર દરવાજા
• આર.સી. હાઈસ્કૂલ
• ઘી કાંટા
• માણેકચોક
• જગન્નાથજી મંદિરઆ રથયાત્રાની વિશેષતામાં 18 સુશોભિત ગજરાજ, 30 અખાડા, 101 થીમ આધારિત ટ્રક, 18 ભજન મંડળી, 3 બેન્ડવાજા, 2500 થી વધુ સાધુ સંતો, 1000 થી 1200 ખલાસી રથ ખેંચશે.
