મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ સોમવાર તા. 30 જૂન, 2025ના રોજ યોજાશે
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં દર મહિનાના ચોથા ગુરુવારે યોજવામાં આવતો રાજ્ય સ્વાગત ઓનલાઇન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી સોમવાર તા. 30 જૂન, 2025ના રોજ યોજાશે.
સમગ્ર રાજ્યમાં આગામી ગુરુવાર તા. 26 થી શનિવાર 28 જૂન દરમિયાનના શાળા પ્રવેશોત્સવ’ અને ‘કન્યા કેળવણી મહોત્સવ’ને અનુલક્ષીને જૂન મહિનાનો રાજ્ય સ્વાગત આગામી તારીખ 30 જૂન, સામવારે યોજાશે, તેની સૌ સંબંધકર્તાઓને નોંધ લેવા મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ દ્વારા જણાવવામાં આવ્યું છે. નાગરિકો, અરજદારો આ સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો સોમવાર, તા. 30મી જૂનના રોજ સવારે 8-00 થી 11-00 દરમિયાન મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-2, ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે.
