મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંબાજીથી 'જનજાતિય ગૌરવ યાત્રા'ને કરાવ્યું પ્રસ્થાન
Live TV
-
આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની150મી જન્મ જયંતી નિમિત્તે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંબાજી ખાતેથી 'જનજાતિય ગૌરવ વર્ષ મહોત્સવ' અન્વયે યોજાઇ રહેલી 'જનજાતિય ગૌરવ યાત્રા'નો શુભારંભ કરાવ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આ વર્ષ "જનજાતીય ગૌરવ વર્ષ" તરીકે ઉજવાઈ રહ્યું છે.
7થી13 નવેમ્બર, 2025.કુલ અંતર: 1378 કિ.મી. (બે રૂટ).રૂટ નં-1: ઉમરગામથી એકતાનગર (665 કિમી).રૂટ નં-2: અંબાજીથી એકતાનગર (713 કિમી).રાષ્ટ્રનિર્માણમાં જનજાતિય સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને જન-જન સુધી પહોંચાડવાનો અને આદિવાસીઓના ઐતિહાસિક યોગદાનથી આજની પેઢીને પ્રેરણા આપવાનો.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, "જેને કોઈ ન પૂછે તેને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પૂજે છે." પ્રધાનમંત્રીએ સ્વાતંત્ર્ય વીર ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતીને જનજાતિય ગૌરવ દિવસ તરીકે ઉજવવાની નવતર પરંપરા 2011થી શરૂ કરાવી છે. આઝાદીની લડતમાં અગ્રેસર રહેલા આદિવાસી બાંધવોને પ્રધાનમંત્રીએ અમૃતકાળના ભારતની વિકાસયાત્રામાં ભાગીદાર બનાવ્યા છે.આદિજાતિઓના સર્વાંગી વિકાસ માટેની આ યોજનાને રાજ્ય સરકારે 1 લાખ કરોડના પ્રાવધાન સાથે 2025સુધી લંબાવી છે.
રાજ્યના આદિમ જૂથોને આવાસ અને મોબાઇલ નેટવર્ક (21 મોબાઇલ ટાવર્સ અને 4-જી સેવાઓ) ઉપલબ્ધ કરાવાયા છે. વિકસિત ભારત @ 2047ના લક્ષ્ય માટે વોકલ ફોર લોકલ દ્વારા આદિવાસી હસ્તકલા, કારીગરી અને ખાન-પાનને પ્રોત્સાહન આપવા આહવાન કર્યું.યાત્રા દરમિયાન જનજાતીય ગૌરવ રથનું ગામોમાં સ્વાગત થશે અને રાત્રિરોકાણના સ્થળોએ નીચે મુજબના કાર્યક્રમો યોજાશે:
ભગવાન બિરસા મુંડાના જીવન-કવનના નાટક અને નિદર્શન.કેન્દ્ર-રાજ્ય સરકારની યોજનાકીય માહિતીનું વિતરણ.આરોગ્ય તપાસ કેમ્પ, સેવાસેતુ અને સામૂહિક સ્વચ્છતા સફાઈના કાર્યક્રમો.રાષ્ટ્રનિર્માણમાં યોગદાન અંગે ચિત્ર, વક્તૃત્વ સ્પર્ધા અને નાટક-ભવાઈ.આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી પૂનમચંદ બરંડા, રાજ્ય મંત્રીમંડળના અન્ય મંત્રીઓ, રાજ્યસભાના સાંસદઓ, પૂર્વમંત્રીઓ અને આદિવાસી સમાજના બહોળી સંખ્યામાં આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.
