Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 'ઈ-નોટરી' સિસ્ટમ માટે નોટરી પોર્ટલ કર્યું લોન્ચ

Live TV

X
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કાયદા વિભાગ અને ગુજરાત બાર કાઉન્સિલના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં નોટરી તરીકે પસંદગી પામેલા 1500થી વધુ એડવોકેટઓને પ્રમાણપત્રો એનાયત કર્યા હતા. આ પ્રસંગે તેમણે રાજ્યમાં કાયદાકીય પ્રક્રિયાને આધુનિક બનાવવા માટે ઈ-નોટરી સિસ્ટમ વિકસાવતા નોટરી પોર્ટલનું લોન્ચિંગ કર્યું હતું.

    મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સામાન્ય માનવીની સરળતા ('ઈઝ ઓફ લિવિંગ') ને કેન્દ્રસ્થાને રાખી છે. તેમણે "મેક્સિમમ ગવર્નન્સ મિનિમમ ગવર્નમેન્ટ" ના શાસન મંત્રને કાયદા જગતમાં આજે સાકાર કર્યો છે.તેમણે ઉમેર્યું હતું કે, કોઈપણ રાજ્યના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે કાયદાનું શાસન મહત્ત્વનો પાયો છે. પ્રધાનમંત્રીના નેતૃત્વમાં "જસ્ટિસ ટુ ઓલ, અપીઝમેન્ટ ટુ નન" મંત્ર સાકાર થઈ રહ્યો છે, જેના ઉદાહરણોમાં ત્રિપલ તલાક, કલમ 370ની નાબૂદી અને ભારતીય ન્યાય સંહિતાનો અમલ છે.

    નોટરીની ભૂમિકા અંગે તેમણે કહ્યું કે, "કાયદાકીય પ્રણાલી અને અર્થતંત્રમાં વિશ્વાસનું નિર્માણ કરવા માટે દસ્તાવેજોની ઓથેન્ટીસિટીનું દાયિત્વ નોટરીના શિરે છે. નોટરી દ્વારા પ્રમાણિત દસ્તાવેજોની સ્વીકૃતિ સરળ બનવાથી લોકોનું ઈઝ ઓફ ડુઈંગ વધે છે."મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, નવું લોન્ચ થયેલું નોટરી પોર્ટલ પ્રધાનમંત્રીના ડિજિટલ ભારતના સ્વપ્નને સાકાર કરતું એક કદમ છે. નવા પોર્ટલથી નોટરીની નિમણૂક અને અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે ડિજિટલ થઈ જશે. દસ્તાવેજો અપલોડ કરવાની અને અરજીનું સ્ટેટસ જાણવાની સમગ્ર પ્રક્રિયા હવે ઓનલાઈન થશે, જેનાથી સમય અને શક્તિની બચત થશે.ભવિષ્યમાં લીગલ ડોક્યુમેન્ટ્સને સુરક્ષિત અને પ્રમાણિત કરવાની સાથે વર્ષો સુધી તેનો સેન્ટ્રલ રેકોર્ડ જાળવવામાં મદદ મળશે.

     કાગળોનો વપરાશ ઘટવાથી પર્યાવરણનું રક્ષણ થશે અને પેપરલેસ ગવર્નન્સના કોન્સેપ્ટને વેગ મળશે.નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર આટલી મોટી સંખ્યામાં 1500થી વધારે વકીલોને નોટરી બનાવવાનું ભગીરથ કાર્ય થયું છે.તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે, ગુજરાતમાં 2900 નોટરીની જગ્યાઓમાં બમણાથી વધુનો વધારો કરીને આજે 6000 કરવામાં આવી છે. તેમણે નવનિયુક્ત વકીલોને અસીલના હિત સાથે સમાજના હિતનું પણ ધ્યાન રાખી ઝડપી ન્યાય માટે સહકાર આપવા અપીલ કરી હતી. સંઘવીએ ગુજરાતમાં ગૌહત્યા કાયદા હેઠળ આવેલા ઐતિહાસિક ચુકાદા અને પોક્સો કેસોમાં 24 કલાકમાં ચાર્જશીટ ફાઇલ કરવાની સફળતાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

    કાયદા વિભાગના રાજ્યમંત્રી  કૌશિક વેકરિયાએ જણાવ્યું હતું કે, નોટરી એ દેશના વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને તેમની કામગીરીથી છેતરપિંડી થવાની શક્યતાઓમાં ઘટાડો થાય છે. બાર કાઉન્સિલના ચેરમેન  જે. જે. પટેલે માહિતી આપી હતી કે, કેન્દ્ર અને રાજ્ય સરકારની સહાયથી ગુજરાતમાં નોટરીની સંખ્યા કુલ 9500 જેટલી થઈ છે, જેનાથી દરેક ગામમાં નોટરી જનસેવા માટે ઉપલબ્ધ થઈ શકે છે.આ સમારોહમાં મુખ્ય સચિવ મનોજ દાસ, એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી સહિત બહોળી સંખ્યામાં વકીલો ઉપસ્થિત રહ્યા હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply