Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કલોલ ઇફકોના નેનો યુરીયા પ્લાન્ટની આજે લીઘી મુલાકાત

Live TV

X
  • મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જેનું ઉદઘાટન કર્યું છે તે કલોલ ઇફકોના નેનો યુરીયા પ્લાન્ટની આજે મુલાકાત લીઘી હતી. કલોલમાં સ્થપાયેલો આ આધુનિક પ્લાન્ટ અત્યારે 1.5 લાખ બોટલનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે. આગામી સમયમાં દેશમાં આવા 8 વધુ પ્લાન્ટ પણ શરૂ કરીને  યુરિયા પરની વિદેશી નિર્ભરતા ઘટાડવાની પ્રધાનમંત્રી નેમ છે.

    ખાતરમાં આ નેનો ટેકનોલોજીમાં પ્રધાનમંત્રીના માર્ગદર્શનમાં આત્મનિર્ભરતા તરફ જે પગલું ભર્યું છે તે કેટલું મહત્ત્વનું છે તેની પ્રત્યક્ષ અનુભૂતિ મુખયમંત્રીએ આ પ્લાન્ટની મુલાકાતથી કરી હતી. રૂ. 175 કરોડના ખર્ચે ઈફકો કલોલમાં કાર્યરત થયેલા આ પ્લાન્ટમાં  500 મી.લી.ની 1.50 લાખ બોટલ  નેનો યુરીયાનું ઉત્પાદન થાય છે. 

    મુખ્યમંત્રી સાથે આ પ્લાન્ટ મુલાકાતમાં મુખ્ય સચિવ પંકજ કુમાર, ગાંધીનગર કલેક્ટર કુલદિપ આર્ય તેમજ ઈફકો કલોલ પ્લાન્ટના વરિષ્ઠ ઈજનેરો જોડાયા હતા. મુખ્યમંત્રીએ નેનો યુરીયાના સમગ્ર પ્લાન્ટની ગતિવિધીનું તેમજ કંટ્રોલ રૂમનું રસપૂર્વક નિરીક્ષણ કર્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
apply