Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો માટે 10,000 કરોડના રાહત-સહાય પેકેજની કરી જાહેરાત

Live TV

X
  • ગુજરાતમાં ગત બે દાયકામાં ન થયો હોય તેવા અસાધારણ કમોસમી વરસાદને કારણે રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકને થયેલા મોટા નુકસાનના સંદર્ભમાં, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે ધરતીપુત્રો માટે એક મોટી જાહેરાત કરી છે.

     મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે કુદરતી આપત્તિની આ ઘડીમાં રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી ખેડૂતોની પડખે ઊભી છે. તેમણે અને તેમના સાથી મંત્રીઓએ વિવિધ જિલ્લાઓમાં જઈને અસરગ્રસ્ત ખેડૂતોની સ્થિતિ જાણી હતી.રાજ્યભરના ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે તેમની લાગણીને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા નીચે મુજબના પગલાં લેવામાં આવ્યા છે:

    રાહત પેકેજ: ખેડૂતો માટે આશરે 10,000  કરોડના રાહત-સહાય પેકેજની જાહેરાત.ટેકાના ભાવે ખરીદી: રાજ્ય સરકાર 9 નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે ₹ 15,000 કરોડથી વધુના મૂલ્યની મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી કરવા જઈ રહી છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, અન્નદાતાઓની આર્થિક સુખાકારીની ચિંતા પોતાના માથે લઈને રાજ્ય સરકાર તેમની સહાયતા માટે હંમેશા પ્રતિબદ્ધ હતી, છે અને રહેશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply