Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર શહેરમાં ટાઈફોઈડના રોગચાળાના કારણે સર્જાયેલી સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા માટે ઉચ્ચસ્તરીય બેઠક યોજી

Live TV

X
  • રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટ દ્વારા તારીખ 6 જાન્યુઆરીના રોજ સર ભાવસિંહજી પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટ, ભાવનગર ખાતે એક માહિતીપ્રદ અને અસરકારક રોડ સેફ્ટી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

    આ સેમિનારનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં માર્ગ તથા ટ્રાફિક સલામતી અંગે જાગૃતિ લાવવાનો અને રસ્તાઓ પર જવાબદાર વર્તન માટે તેમને પ્રોત્સાહિત કરવાનો હતો.આ સેમિનારનું માર્ગદર્શન ટ્રાફિક ટ્રેનર ડૉ. અજયસિંહ જાડેજા, પીઆઈ ટ્રાફિક  એચ. જી. કટારિયા તથા આરટીઓ ઇન્સ્પેક્ટર એમ. ટી. મકવાણા દ્વારા આપવામાં આવ્યું હતું. વક્તાઓએ ટ્રાફિક નિયમોનું પાલન, હેલ્મેટ અને સીટબેલ્ટના ઉપયોગનું મહત્વ, વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનના ઉપયોગથી થતા જોખમો, ટ્રાફિક સંકેતોની સમજ તથા ઓવરસ્પીડિંગના ગંભીર પરિણામો અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું. ઉપરાંત માર્ગ અકસ્માત સમયે કેવી રીતે યોગ્ય પ્રતિસાદ આપવો અને અકસ્માત અટકાવવામાં નાગરિકોની શું ભૂમિકા હોઈ શકે તે પણ સમજાવ્યું.

    માર્ગ સલામતી સાથે-સાથ વિદ્યાર્થીઓને *CPR તથા પ્રાથમિક સારવાર (First Aid)*ની તાલીમ પણ આપવામાં આવી હતી. રેડ ક્રોસના સુમિત ઠક્કર દ્વારા વિદ્યાર્થીઓને ઇમર્જન્સી પરિસ્થિતિમાં કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશન (CPR) આપવાની યોગ્ય રીતનો પ્રાયોગિક અભ્યાસ કરાવવામાં આવ્યો. સાથે જ ઈજાગ્રસ્ત વ્યક્તિને ત્રિકોણીય પટ્ટી (Triangular Scarf) વડે પટ્ટી બાંધવાની પદ્ધતિ પણ સમજાવવામાં આવી.

    આ ઉપરાંત, પ્રાથમિક સારવાર કિટ વિદ્યાર્થીઓને બતાવવામાં આવી અને તેમાં રહેલી દરેક વસ્તુનો ઉપયોગ અને મહત્વ વિગતે સમજાવવામાં આવ્યું, જેથી આપત્તિ સમયે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકાય. આ પ્રાયોગિક તાલીમથી વિદ્યાર્થીઓમાં તાત્કાલિક પરિસ્થિતિમાં આત્મવિશ્વાસપૂર્વક પ્રતિસાદ આપવાની ક્ષમતા વિકસતી જોવા મળી.આ સેમિનારમાં રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટના ક્લબ પ્રમુખ રોટ. નમ્રતા ચઢ્ઢા તથા ક્લબ સભ્ય રોટ. કૃષ્ણા શાહ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર સેમિનાર અત્યંત માહિતીપ્રદ અને પ્રેરણાદાયક સાબિત થયો, જેમાં વિદ્યાર્થીઓને માર્ગ સલામતી, CPR તથા પ્રાથમિક સારવાર અંગે મહત્વપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થયું. આ કાર્યક્રમ દ્વારા રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટે સમાજ કલ્યાણ અને યુવા શિક્ષણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાને ફરી એકવાર સાબિત કરી.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
apply