Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિરમગામમાં 497 કરોડના વિકાસકામોનું કર્યું ખાતમુહૂર્ત

Live TV

X
  • નવા વર્ષ 2026ના પ્રથમ દિવસે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે વિરમગામ વિધાનસભા વિસ્તારને મોટી ભેટ આપી છે.

    મુખ્યમંત્રીએ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રેલવે ઓવરબ્રિજ અને ભવનો સહિત કુલ 497 કરોડના વિવિધ વિકાસપ્રકલ્પોનું ખાતમુહૂર્ત સંપન્ન કર્યું હતું.મુખ્યમંત્રીએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનથી માંડલ-બેચરાજી-વિરમગામ વિસ્તાર આજે દેશનો મહત્વનો SIR અને ઓટો હબ બની ગયો છે.છેલ્લા 3 વર્ષમાં આ વિસ્તારમાં ₹488 કરોડના રસ્તા અને બ્રિજના કામો પૂર્ણ થયા છે. નવા પ્રોજેક્ટ્સથી પરિવહન ઝડપી બનશે અને ઈંધણની બચત થશે.રૈયાપુર ખાતે ₹91 કરોડના ખર્ચે બનનારા રેલવે ઓવરબ્રિજથી કોકતા ફાટક પરની ટ્રાફિક સમસ્યા કાયમી ધોરણે હલ થશે.

    આ પેકેજમાં વિરમગામ-માંડલ-દસાડા રોડ (₹285 કરોડ), વિવિધ રિસર્ફેસિંગ કામો અને દેત્રોજ-વિરમગામમાં નવા સર્કિટ હાઉસના નિર્માણનો સમાવેશ થાય છે.મુખ્યમંત્રીએ ઉમેર્યું કે ગુજરાત 'ડબલ એન્જિન' સરકારની ઝડપને કારણે દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ દેશમાં હાઈવે નિર્માણની ગતિ 12 કિમીથી વધીને 34 કિમી પ્રતિ દિવસ થઈ છે. આ અવસરે તેમણે નાગરિકોને 'સ્વચ્છતા'ને જીવનનો સહજ સ્વભાવ બનાવવા અપીલ કરી હતી.ધારાસભ્ય  હાર્દિક પટેલે મુખ્યમંત્રીનો આભાર માનતા જણાવ્યું કે, છેલ્લા ત્રણ વર્ષમાં વિરમગામ વિસ્તારને ₹2500 કરોડથી વધુના વિકાસકામો પ્રાપ્ત થયા છે, જેનાથી સ્થાનિકો સહિત શ્રદ્ધાળુઓને પણ મોટો લાભ થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply