મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઊદ્યોગ-વેપાર જગતના અગ્રણીઓ સાથે વાયબ્રન્ટ સમિટ સંદર્ભે યોજી બેઠકો
Live TV
-
મુખ્યમંત્રીએ નેધરલેન્ડના ડેલિગેશનને 2019 વાયબ્રટ ગુજરાત સમિટમાં આવવા નિમંત્રણ પાઠવ્યું હતું
મુખ્યમંત્રી વિજય રૂપાણી દિલ્હીમાં ઊદ્યોગ-વેપાર જગતના વરિષ્ઠ સંચાલકો-અગ્રણીઓ સાથે વાયબ્રન્ટ સમિટ-2019 સંદર્ભે બેઠકો યોજી રહ્યા છે.મુખ્યમંત્રીએ નેધરલેન્ડના ભારત સ્થિત રાજદૂત શ્રીયુત માર્ટન વેન ડેન્ગબર્ગે સાથે બેઠક કરી હતી.બર્ગેએ દહેજ PCPIRમાં નેધરલેન્ડના ઉદ્યોગોના રોકાણ માટે ઉત્સુક્તા દર્શાવી હતી.હાલ દહેજમાં 1500 કરોડના રોકાણ સાથે નેધરલેન્ડની અગ્રણી કંપની રોયલ વેપોકે જેટી નિર્માણના કરાર કર્યા છે અને તેના આધાર પર અન્ય કંપનીઓ પણ ગુજરાતમાં રોકાણ કરવા બાબતે મુખ્યમંત્રીએ ચર્ચા કરી હતી.આ સાથે મુખ્યમંત્રીએ નેધરલેન્ડના ડેલિગેશનને 2019 વાયબ્રટ ગુજરાત સમિટમાં આવવા નિમંત્રણ પાઠવ્યું હતું. નેધરલેન્ડ આ વખતે પાર્ટનર કન્ટ્રી છે તેથી મુખ્યમંત્રીએ આ બાબતે પણ વિસ્તૃત ચર્ચા કરી હતી.આ સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મારુતિ સુઝુકીના, મેનેજિંગ ડિરેક્ટર કેનિચી અયુકાવા સાથે ચર્ચા કરી હતી.અને ગુજરાતમાં નવો પ્લાન્ટ સ્થાપવા બાબતે પરામર્શ કર્યો હતો.ગુજરાતના સ્થાનિક લોકોને રોજગારી મળી રહે તે માટે સુઝુકી ITIમાં નવા તાલિમ અભ્યાસક્રમો શરૂ કરવાનું તે બાબતે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.સુઝુકી કંપની તેના ત્રીજા ફેઈઝના પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા બમણી કરશે.તેના પર બન્ને મહાનુભાવો વચ્ચે ચર્ચા થઈ હતી.
