મેઘમહેર: પંચમહાલ જિલ્લામાં ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદ, ઘોઘંબા અને જાંબુઘોડામાં બે ઇંચ
Live TV
-
ગોધરા:પંચમહાલ જિલ્લાના તમામ તાલુકાઓમાં ગત રાત્રિ દરમિયાન મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે. ક્યાંક હળવા તો ક્યાંક ભારે સ્વરૂપે ગાજવીજ સાથે વરસેલા વરસાદને પગલે સમગ્ર પંથકમાં લાંબા સમયથી પ્રવર્તતી ગરમી બાદ વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી ગઈ છે.
ખાસ કરીને ઘોઘંબા પંથકના પૂર્વ વિસ્તારમાં રાત્રિ દરમિયાન શરૂ થયેલું મેઘરાજાનું અવિરત આગમન વહેલી સવાર સુધી જારી રહ્યું હતું. ઘોઘંબા અને જાંબુઘોડા પંથકમાં બે-બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. આ વરસાદને પગલે કેટલાક વિસ્તારોમાં જમીનમાં ખેડાણ થઈ શકે તેવો ઉત્તમ ખેતીલાયક વરસાદ વરસતાં ધરતીપુત્રોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે.જિલ્લા ફ્લડ કંટ્રોલ રૂમ તરફથી મળતી માહિતી મુજબ તાલુકાવાર નોંધાયેલો વરસાદ નીચે મુજબ છે:તાલુકોવરસાદ (મિમી માં)ઘોઘંબા૫૨ મિમી (2 ઇંચ)જાંબુઘોડા 51 મિમી (2 ઇંચ) ગોધરા 28 મિમી મોરવા હડફ 13 મિમીશહેરા 09 મિમીકાલોલ 08 મિમીહાલોલ 06 મિમીસમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ વચ્ચે આગામી દિવસોમાં પણ વાવણી લાયક વરસાદ ચાલુ રહે તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે.
