Skip to main content
Settings Settings for Dark

મેઘરાજાની રાજયમાં મહેર, રાજયમાં 103.2 ટકા વરસાદ

Live TV

X
  • ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે.અત્યાર સુધી રાજ્યમાં 103.2 ટકા વરસાદ નોંધયો છે.આ સીઝનનો વરસાદ છેલ્લા 6 વર્ષનો સૌથી વધુ વરસાદ નોંધાયો છે.

    ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે.અત્યાર સુધી રાજ્યમાં 103.2 ટકા વરસાદ નોંધયો છે.આ સીઝનનો વરસાદ છેલ્લા 6 વર્ષનો સૌથી વધુ વરસાદ નોંધાયો છે.100 ટકાથી વધુ વરસાદ વરસ્યો હોય તેવું ચોથી વખત બન્યું છે.2010માં 40.39 ઈંચ સાથે 120.14 ટકા, 2013માં 46.25 ઈંચ સાથે 147.24 ટકા, 2017માં 35.78 ઈંચ સાથે 112.22 ટકા વરસાદ નોંધાયો હતો.હવામાન વિભાગે હજુ પણ આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે.જેના કારણે વરસાદના અનેક રેકોર્ડ તુટી શકે છે.રાજ્યના 59 તાલુકામાં 39.37 ઈંચથી વધુ, 135 તાલુકામાં 19.72થી 39.37 ઈંચ, 55 તાલુકામાં 9.88 ઈંચથી 19.68 ઈંચ, જ્યારે બે તાલુકામાં 4.96 ઈંચથી ઓછો વરસાદ પડ્યો છે.રાજ્યમાં 4.96 ઈંચથી ઓછો વરસાદ પડ્યો હોય તેવો એક પણ તાલુકો નથી.રાજ્યમાં શરૂઆતામાં વરસાદ સામાન્ય રહ્યો છે.પરંતુ ત્યારબાદ વરસાદે પ્રભુત્વ જમાવી દીધું.સાર્વત્રિક વરસાદના પગલે રાજ્યના અનેક ડેમમાં જળસ્તર વધી ગયા છે.સુરેન્દ્રનગરનો વડોદ ડેમ ઓવરફ્લો થયો છે.તો મોરબી મચ્છુ-2 ડેમના 11 દરવાજા 5 ફુટ ખોલાયા છે.મચ્છુ નદી બે કાંઠે વહી રહી છે.જેના કારણે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply