મોઢેરામાં આજથી ઉતરાર્ધ મહોત્સવનો શુભારંભ: CM વિજય રૂપાણીના હસ્તે શુભારંભ
Live TV
-
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે મોઢેરા સૂર્ય મંદિરમાં ઉતરાર્ધ મહોત્સવનો શુભારંભ કરશે. આજે તથા આવતીકાલે એમ બે દિવસ સુધી ચાલનારા મહોત્સવમાં સમગ્ર દેશના વિવિધ કલાકારો દ્વારા શાસ્ત્રીય નૃત્ય સહિત અનેક કાર્યક્રમો યોજાશે...ઉત્તરાયણના ઉત્સવ પછી સૂર્યની ઉત્તર તરફની ઉર્ધ્વગતિ એટલે કે સૂર્યના ધનુ અને મકર પ્રવેશના મધ્ય અર્ધ સમયે સૂર્ય મંદિરમાં ઉતરાર્ધ ઉત્સવ ઉજવવાની પરંપરા વર્ષોથી ચાલી આવી છે. મોઢેરાનું સૂર્ય મંદિર સૂર્ય અને ગ્રહોની સ્થિતિ તથા સૂર્યના પૃથ્વી ભ્રમણના આદિ કાળના ઈજનેરી કૌશલ્યનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ મહોત્સવનું સમાપન કરશે. ઉલ્લેખનીય છે કે પ્રાચીન સંસ્કૃતિમાં સૂર્ય દેવતાની પૂજા અર્ચના માટે જે સ્વતંત્ર મંદિરોનું નિર્માણ થતું હતું, તેમાં ગુજરાતમાં સોલંકી રાજવી યુગમાં ઈ.સ.1026માં મોઢેરામાં આ સૂર્ય મંદિર બાંધવામાં આવ્યું હતું. સામાન્ય પત્થરોની સરખામણીએ મોઢેરાના સૂર્ય મંદિરનું રેતીયા પત્થર પર નિર્માણ કરવામાં આવ્યું છે..ત્રણ ભાગમાં નિર્મિત આ મંદિરમાં સૂર્યકુંડ, સભા મંડપ, અને નૃત્ય મંડપમાં રામાયણ મહાભારતના કથાના શિલ્પો તેમજ કૃષ્ણ લીલા સહિત , પુરાતન કાળના અનેક શિલ્પો કંડારાયા છે...
