મોરબીના વાંકાનેરમાં 16માં રાજવીની નીકળી ભવ્ય શોભાયાત્રાની,વિન્ટેજ કાર બની આકર્ષણનું કેન્દ્ર
Live TV
-
મોરબી જિલ્લામાં વાંકાનેરના 16માં રાજવી તરીકે કેસરી દેવ સિંહ દિગ્વિજયસિંહ ઝાલાનો રાજ્યભિષેક મહોત્સવ યોજાઇ રહ્યો છે.તિલક વિધિ,રાજ્યાભિષેક બાદ તેઓની શોભાયાત્રા દરબાર ગઢ થી નીકળી વાંકાનેરના રાજ માર્ગ પર ફરી રાજવી અમરસિંહજી ની પ્રતિમા સ્થળે પહોંચી, તેઓને પુષ્પાંજલિ અર્પણ કરી સંપન્ન કરાયો હતો. જેમા વિન્ટેજ કાર, ઘોડા, બેન્ડવાજા સહિત,રજવાડી બગીઓ અને ક્ષત્રિય સમાજ સહિત તમામ સમાજના શ્રેષ્ઠીઓ, નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં. તેઓએ ટિલા મેડી ખાતે શક્તિ માતાના મંદિરે દર્શન-પુજન કરીને સંતો મહંતોના આશિર્વાદ લીધા હતાં.
