Skip to main content
Settings Settings for Dark

મોરબી: મિનરલ્સ એસોસિએશનની કલેક્ટરને રજૂઆત, રોયલ્ટીના મુદ્દે કરી સ્પષ્ટતા

Live TV

X
  • મોરબીના સિરામિક ઉદ્યોગમાં રાજસ્થાનથી આવતા ખનીજ પર રોયલ્ટીના મુદ્દે વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહીના સંકેત મળતા આજે મિનરલ્સ એસોસિએશન દ્વારા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી.

    મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતું મોટાભાગનું કાચું મટીરીયલ રાજસ્થાનથી આવે છે. મિનરલ્સના કારખાનેદારો આ ખનીજ પર પ્રોસેસ કરીને પાવડર બનાવે છે, જેનો ઉપયોગ ટાઇલ્સ બનાવવામાં થાય છે. ગત રોજ જિલ્લા વહીવટી તંત્રએ કારખાનેદારો પાસે રોયલ્ટીની વિગતો અને સ્ટોકની માહિતી માંગતા ઉદ્યોગકારોમાં દોડધામ મચી હતી.મિનરલ્સ એસોસિએશનના પ્રમુખ અને કારખાનેદારોએ કલેક્ટરને જણાવ્યું હતું કે, રાજસ્થાનથી આવતું મટીરીયલ ઈ-વે બિલ અને જીએસટી (GST) આધારે ખરીદવામાં આવે છે, જેના માટે કોઈ રોયલ્ટી પાસ મળતા નથી. ઉદ્યોગકારોની આ રજૂઆત સાંભળીને કલેક્ટરે યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી હતી, સાથે જ તમામ ધંધાર્થીઓને નિયમિતપણે સ્ટોક રજીસ્ટર રાખવા માટે કડક સૂચના આપવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 31-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-06-2026 Max Temp : °C Min Temp : °C
apply