યાત્રાધામ અંબાજીમાં હવે વાહન પાર્કિંગમાં પણ ફાસ્ટેગની સુવિધા કરાઈ
Live TV
-
યાત્રાધામ અંબાજીમાં હવે વાહન પાર્કિંગમાં પણ ફાસ્ટેગની સુવિધા સજ્જ કરવામાં આવી છે. ટ્રાફિક સમસ્યા તથા ખાનગી પાર્કિંગ સંચાલકો દ્વારા લેવાતા આડેધડ પાર્કિંગ ચાર્જ ઉઘરાવવાની અનેક વાર ફરિયાદો થતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમ એરપોર્ટમાં પાર્કિંગ ફાસ્ટેગ દ્વારા જ કરવામાં આવે છે તેજ રીતે અંબાજીમાં પ્રાયોગિક ધોરણે એક પાર્કિંગમાં ફાસ્ટેગની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.
આ ફાસ્ટેગ વાળા પાર્કિંગમાં વાહનો અંદર પ્રવેશે ને જયારે પરત બહાર નીકળે ત્યારે નિયત કરાયેલા ચાર્જ ફાસ્ટેગ માંથી કપાઈ જાય છે.જેથી કરીને યાત્રિકો ને લાંબી લાઈનો કે રોકડા તથા છુટા પૈસાની ઝંઝટમાંથી મુક્તિ મળશે.જોકે હાલમાં જેમ પ્રાયોગિક ધોરણે એક પાર્કિંગમાં આ ફાસ્ટેગ ની સુવિધા સજ્જ કરવામાં આવી છે..આગામી સમય માં અંબાજી મંદિરના અન્ય 7 જેટલા પાર્કિંગોમાં ફાસ્ટેગની સુવિધા સજ્જ કરવામાં આવશે,,
