યુવતીઓને આત્મરક્ષણની તાલીમ આપવા પ્રોજેકટ 'કવચ' નો થયો પ્રારંભ
Live TV
-
કવચ કાર્યક્રમ અંતર્ગત આવેલ ટીમ દ્વારા મોટી સંખ્યા માં ઉપસ્થિત વિદ્યાર્થીનીઓને ગુડ ટચ - બેડ ટચ વિશે જાણકારી આપવામાં આવી હતી. તથા આત્મ રક્ષણ માટે ,તાલીમ બધ્ધ થવાની, શીખ આપી હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીના પ્રેરક નેતૃત્વ હેઠળ ગુજરાત રાજય મહિલા આયોગ દ્વારા દીકરીઓ અને મહિલાઓને આત્મરક્ષણની તાલીમ આપવામાં આવે છે. તેમજ જુદી જુદી સંભવિત અસુરક્ષિત પરિસ્થિતિઓ વિશે જાગૃત થાય તે માટે કવચ કાર્યક્રમ પાયલોટ પ્રોજેકટ તરીકે રાજયના તમામ ૩૩ જિલ્લાઓ ની ૩૩ શાળાઓ માં શરૂ કરવા માં આવ્યો છે. તે અંતર્ગત ,મહીસાગર જિલ્લના વિરપુર તાલુકા ની સી.એમ.દેસાઇ હાસ્કૂલની પસંદગી થતાં આયોગ ના અધ્યક્ષા, લીલાબેન અંકોલિયાએ આ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો.
કવચ કાર્યક્રમ અંતર્ગત આવેલ ટીમ દ્વારા મોટી સંખ્યા માં ઉપસ્થિત વિદ્યાર્થીનીઓને ગુડ ટચ - બેડ ટચ વિશે જાણકારી આપવામાં આવી હતી. તથા આત્મ રક્ષણ માટે ,તાલીમ બધ્ધ થવાની, શીખ આપી હતી. આ કાર્યક્રમ દરમિયાન દીકરીઓ ને, કેવી કેવી પરિસ્થિતિઓ માં કેવી રીતે સ્વરક્ષણ કરવું જોઇએ, તે અંગે નું ,માર્ગદર્શન આપી દીકરીઓ સ્વરક્ષણ માટે સજાગ બને તેમજ જયારે દીકરીઓ એ પણ, કેવા સંજોગોમાં ,કેવી રીતે પોતાનો સ્વ બચાવ કરવા અંગેનું નિદર્શન રજૂ કર્યું હતું.
