Skip to main content
Settings Settings for Dark

રક્ષાબંધનને પગલે ગુજરાતની વિવિધ જેલોમાં ભાવુક દ્રશ્યો: બહેનોએ કેદી ભાઈઓને રાખડી બાંધી

Live TV

X
  • અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, સાબરકાંઠા, ખેડા, અરવલ્લી સહિતની વિવિધ જેલમાં સજા ભોગવતા ભાઈઓને પોતાની બહેન રાખડી બાંધી શકે તે માટે જેલ તંત્ર એ ખાસ આયોજન કર્યું.

    રક્ષાબંધનના પર્વ પર દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, સાબરકાંઠા, ખેડા, અરવલ્લી સહિતની વિવિધ જેલમાં સજા ભોગવતા ભાઈઓને પોતાની બહેન રાખડી બાંધી શકે તે માટે જેલ તંત્ર એ ખાસ આયોજન કર્યું હતું. લાંબા સમય બાદ આ પાવન પર્વ પર જેલમાં ભાઈ-બહેન મળતા હૃદયદ્રાવક દૃશ્યો જોવા મળ્યા હતા. રાખડી બાંધતા સમયે ભાઈઓ-બહેનો ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતાં અને એકબીજાને ભેંટી પડ્યાં હતાં. અહીં કેટલીક બહેનોએ ભાઈ જલ્દી જેલમાંથી છુટી બહાર આવે તે માટે ભગવાન અને સરકારને પ્રાર્થના કરી હતી તો બીજી તરફ કેદી ભાઈઓએ પણ બહેનને ભેટ સ્વરૂપે પર્યાવરણના જતન માટે એક છોડ આપ્યો હતો.

    વિવિધ જિલ્લાની જેલમાં ભાઈ-બહેનની ભાવવિભોર મુલાકાત

    રાજકોટ જિલ્લા જેલમાં બંધ કેદી ભાઈઓને તેમની બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવી ત્યારે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. વિવિધ આરોપ હેઠળ જેલમાં બંધ ભાઈઓને રાખડી બાંધીને બહેનોએ જલ્દી જેલ મુક્ત થવાની પ્રાર્થના કરી હતી. અમદાવાદની સાબરમતી જેલમાં પણ બહેનો પોતાના ભાઈઓને મળીને રાખડી બાંધવા પહોંચી હતી. ખેડા જિલ્લા જેલ બિલોદરામાં રહેલા બંદીવાન ભાઈઓને તેમની બહેનોએ રાખડી બાંધી તેમના દીર્ઘાયુ અને સારા સ્વાસ્થ્યની સાથે જેલમાંથી વહેલી તકે મુક્ત થાય તેવી શુભકામના પાઠવી હતી.  અરવલ્લી જિલ્લામાં પણ અલગ અલગ જગ્યાએ રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. મોડાસા સબજેલ ખાતે કેદીબંદીઓને રાખડી બાંધવા માટે બહેનો પહોંચતા ભાવસભર દ્રશ્યો સર્જાયા હતા. મોડાસા સબજેલ ખાતે જેલ પ્રસાશન દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
apply