Skip to main content
Settings Settings for Dark

રવિવારે 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટે 100 ટકા મતદાન કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મતદારોને હાર્દિક અપીલ

Live TV

X
  • મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં તારીખ 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માં 100 ટકા મતદાન કરવા સૌ નાગરિકોને  અપિલ કરી છે.

    લોકશાહીના  આ પવિત્ર મહાપર્વ માં રાજ્યના તમામ મતદારોને ઉત્સાહભેર મતદાન કરવા  તેમણે અનુરોધ કર્યો છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે  નાગરિકોને આપેલા સંદેશમાં  જણાવ્યું કે, લોકશાહીમાં મતદાન માત્ર અધિકાર નથી, પરંતુ નાગરિક તરીકેનું  પવિત્ર કર્તવ્ય પણ છે. 

    તેમણે કહ્યું કે, દરેક મત રાજ્યના ગામ, તાલુકા, જિલ્લા અને શહેરોના સર્વાંગી વિકાસ ને વધુ વેગ આપશે.મુખ્યમંત્રીએ રાજ્યના તમામ મતદારોને 26 એપ્રિલે પોતાના મતદાન મથક સુધી અવશ્ય પહોંચીને મતદાન કરવા તેમજ પરિવારજનો, મિત્રો, અને પડોશીઓને પણ મતદાન માટે પ્રેરિત કરવાની અપીલ કરી હતી. “100 ટકા મતદાન”નો સંકલ્પ લઈને લોકશાહીના આ મહાપર્વને સફળ બનાવવા તેમણે સૌને આવાહન કર્યું છે.મુખ્યમંત્રીએ વિકસિત ભારતથી વિકસિત ગુજરાત ના નિર્માણ માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આ ચૂંટણીમાં   તારીખ 26 એપ્રિલ , રવિવારે સૌને મતદાન અવશ્યપણે  કરવા હાર્દિક અપિલ કરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
apply