રાજકોટમાંથી RTOના મેમોનું મસમોટું કૌભાંડ ઝડપાયું
Live TV
-
રાજકોટમાંથી RTOના મેમોનું મસમોટું કૌભાંડ સામે આવ્યુ છે. જેમા RTO ની ડુપ્લીકેટ રસીદ આપી વાહન છોડાવવામાં આવતા હતા. આ કૌભાંડમાં રાજકોટ SOG એ 6 આરોપીની ધરપકડ કરી છે.
રાજકોટમાંથી RTOના મેમોનું મસમોટું કૌભાંડ સામે આવ્યુ છે. જેમા RTO ની ડુપ્લીકેટ રસીદ આપી વાહન છોડાવવામાં આવતા હતા. આ કૌભાંડમાં રાજકોટ SOG એ 6 આરોપીની ધરપકડ કરી છે. તો સમગ્ર કૌભાંડ મામલે પોલીસ RTOના કોઈ કર્મચારી કે અધિકારીની સંડોવણીની પણ આશંકા સેવી રહી છે. SOGએ બાતમીને આધારે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. SOGને બાતમી મળી હતી કે પોલીસ દ્વારા આપવામાં આવતા મેમોની ડુપ્લીકેટ રસીદ મારફતે વાહન છોડાવવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત પોલીસે તમામ 6 આરોપીની ધરપકડ કરી તેમની પાસેથી 27 ડુપ્લીકેટ રસિદ, 2 લેપટોપ, 2 પ્રિન્ટર, સ્ટેમ્પ, મોબાઈલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે
