Skip to main content
Settings Settings for Dark

રાજ્યકક્ષાના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલે સિદ્ધપુરમાં હીરાબા સરોવરની મુલાકાત લીધી

Live TV

X
  • રાજ્યકક્ષાના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલે સરસ્વતી નદી પર ચાલી રહેલા રિવરફ્રન્ટ અને હીરાબા સરોવરના કામોની સ્થળ મુલાકાત લીધી હતી. તેમણે વિકાસકાર્યોની પ્રગતિ અંગે અધિકારીઓ સાથે સમીક્ષા કરી ફેઝ-2 ની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી હતી. 

    આ પ્રસંગે મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સાનિધ્યમાં સરસ્વતી નદીમાં ગત વર્ષે રૂ.20 કરોડના ખર્ચે ફેઝ-1ની કામગીરી કરવામાં આવી છે. જ્યારે ફેસ-૨ માં 1700 મીટર લંબાઈમાં કામગીરી ચાલુ છે. જેમાં 19 કરોડના ખર્ચે કામગીરી થઈ રહી છે. અહીં માતૃતીર્થનું મહત્વ હોવાથી ધાર્મિક વિધિ કરવા માટે દેશભરમાંથી લોકો આવે છે. ભૂતકાળની અંદર અહીં પાણી જોવા મળતું ન હતું ત્યારે હાલમાં પાણીના કારણે આજુબાજુના જળ સ્તર ઊંચા આવશે જેનાથી ખેતી પણ થઈ શકશે

    પ્રોજેક્ટની સમીક્ષા દરમિયાન મંત્રીએ હાજર અધિકારીઓ પાસેથી ટેકનિકલ વિગતો મેળવી હતી. તેમણે બાકી રહેલી કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવા નિર્દેશ આપ્યા હતા. આ મુલાકાત દરમિયાન સિદ્ધપુરના ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે મંત્રીને માતૃગયા તીર્થના ધાર્મિક મહત્વ અને શ્રદ્ધાળુઓ માટેની સુવિધાઓ અંગે માહિતગાર કર્યા હતા. મંત્રીએ નદી વિસ્તારમાં ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી રહેલા જળ સંરક્ષણ અને સફાઈના કાર્યોનું પણ અવલોકન કર્યું હતું. આ પ્રસંગે સચિવ એમ.ડી.પટેલ, એપીએમસી વિષ્ણુ પટેલ, પ્રાંત અધિકારી જય બારોટ સહિત સંગઠનના હોદેદારો હાજર રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply