રાજ્યકક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલાએ જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લીધી
Live TV
-
શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલાએ જામનગરની મુલાકાત દરમિયાન ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લીધી હતી. તેમણે ભુજિયા કોઠા, રણમલ તળાવ અને ખંભાળિયા ગેઇટની ઐતિહાસિક વિશેષતાઓ તેમજ ચાલી રહેલા વિકાસ કાર્યોની માહિતી મેળવી હતી.
મંત્રીએ શહેરના સુઆયોજિત વિકાસ માટે હાથ ધરાયેલી કામગીરી અંગે અધિકારીઓ પાસેથી વિગતો મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. જામનગરના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાના જતન સાથે આધુનિક સુવિધાઓના સંતુલિત વિકાસ પર તેમણે ભાર મૂક્યો હતો.આ પ્રસંગે ડેપ્યુટી મેયર રાકેશભાઈ ડેર, મહાનગરપાલિકા કમિશનર દીપેશ કેડિયા સહિત પદાધિકારીઓ, અધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
