રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં મહાવીર સ્વામી જન્મ કલ્યાણક દિવસની કરાઈ ઉજવણી
Live TV
-
મોરબી
મહાવીર જયંતિ એટલે જીનસાસનના ચોવીસમાં તીર્થંકર ભગવાન શ્રી મહાવીર સ્વામી ભગવાનની જન્મ જયંતિ નિમિતે મોરબીના સમસ્ત જૈન સમાજ દ્વારા જન્મ કલ્યાણકની ઉજવણી માટેના કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં શહેરમાં શોભાયાત્રા પણ નીકળી હતી. આ શોભાયાત્રામાં બાળાઓ દ્વારા. સામૈયા તેમજ 5 ફેટી દ્વારા મહાવીર સ્વામીના 14 સ્વપ્ન. ચાંદીનું પારણું. તથા પ્રભુનો ફોટો પ્રદર્શિત કરાયો હતો. શોભાયાત્રામાં સમસ્ત જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા ખાતે ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આચાર્ય વિજય કીર્તિયશસુરીશ્વરજી મહારાજ તેમજ શ્રીમદ્દ વિજયરામચંદ્ર સુરીશ્વરજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શહેરના શોભાયાત્રાનુ આયોજન પણ કરવામાં આવ્યુ હતુ. જેમાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો જોડાયા હતા.દાહોદ
આ પ્રસંગે દાહોદ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ દ્વારા વેહલી સવારે દાહોદ હનુમાન બઝાર સ્થિત શ્રિચિંતમળી પાર્શ્વનાથ દેરાસર ખાતે વેહલી સવારે મહાવીર સ્વામી ભગવાનની પ્રક્ષાલ પૂજા, કેસર્પુજા કરવામાં આવી હતી ત્યારબાદ સ્નાત્ર પૂજા ભણાવવામાં આવી હતી. ત્યારબાદ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રા દોલતગંજ બઝાર, નગર પાલિકા ચોક એમ.જી રોડ થઈ નેતાજી બઝાર થી પરત મંદિરે પહોંચી હતી. ત્યાં ભક્તોની ઉપસ્થિતિમાં પાંચ કલ્યાણકની પૂજા ભણાવાઈ હતી અને પૂજા બાદ સર્વ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘનું સ્વમિવાત્સલ દાહોદ સિમંધર સ્વામી જૈન દેરાસર ઇન્દોર હાઈવે ઉપર રાખવામાં આવ્યું હતું અને કોરોનાના કપ્રા કાળ બાદ યોજાયેલ આ કાર્યક્રમ તમામ જૈન લોકોએ ધામધૂમથી ઉજવ્યો હતો.
