Skip to main content
Settings Settings for Dark

રાજ્યના ખેડૂતોને ડ્રમ અને ટબ ખરીદી માટે રાજ્ય સરકાર આપે છે વિશેષ સહાય

Live TV

X
  • રાજ્યના ખેડૂતોને ડ્રમ અને ટબ ખરીદી માટે રાજ્ય સરકાર વિશેષ સહાય આપે છે. બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં ખેડૂતોને ડ્રમ અને ટબ ખરીદી સહાય સંદર્ભે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા કૃષિ રાજ્ય મંત્રી બચુ ખાબડે જણાવ્યું કે, રાજ્યના ખેડૂતોને ડ્રમ અને બે પ્લાસ્ટિકના ટોકર(ટબ)ની ખરીદી માટે વિશેષ સહાય આપવાની યોજના વર્ષ 2021-22થી અમલમાં છે. 

    31મી ડિસેમ્બર 2023ની સ્થિતિએ આ યોજના હેઠળ સહાય મેળવવા માટે બનાસકાંઠા જિલ્લામાં 7452 અરજીઓ અને પાટણ જિલ્લામાં 9682 અરજીઓ મળી હતી. વર્ષ2022-23માં આ યોજના અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં 7319 અરજીઓ મંજૂર કરી રૂ.1.46 કરોડથી વધુ રકમની સહાય અને પાટણ જિલ્લામાં 7707અરજીઓ મંજૂર કરી રૂ.1.54 કરોડથી વધુ રકમની સહાય ચુકવવામાં આવી છે. તેવી જ રીતે વર્ષ 2023-24 માં તા.31મી ડિસેમ્બર 2023ની સ્થિતિએ પાટણ જિલ્લામાં 1975 અરજીઓ મંજૂર કરી રૂ.39.50 લાખની સહાય ચુકવવામાં આવી છે. એટલું જ નહિ, યુક્ત સ્થિતિએ કોઈ અરજીઓ પડતર નથી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply