Skip to main content
Settings Settings for Dark

રાજ્યના ગામડાઓ ઈકોનોમી હબ બનશે ત્યારે જ પ્રધાનમંત્રીનું વિકસિત ભારત 2047નું વિઝન સાકાર થશે

Live TV

X
  • ગ્રામ વિકાસ મંત્રી કુંવરજી બાવળીયાની અધ્યક્ષતામાં તાજેતરમાં  ગાંધીનગર ખાતે ગ્રામ વિકાસ અંતર્ગત અમલીકૃત યોજનાઓની કામગીરી અંગે વ્યાપક સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

    આ બેઠકમાં મંત્રીએ પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ(PMAY-G), સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ(SBM-G), મહાત્મા ગાંધી નરેગા(MGNREGA) અંતર્ગત કરવામાં આવતી વિવિધ કામગીરીની વિસ્તૃત માહિતી મેળવી હતી.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારત@2047ના વિઝન પર ભાર મુકતાં ગ્રામ વિકાસ મંત્રી  કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે, રાજ્યના ગામડાઓ ઈકોનોમી હબ બનશે ત્યારે જ વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર થશે. જેથી ગામોને શહેર જેવા વિકસિત બનાવવા “Innovative of life” સુનિશ્ચિત કરવી ખૂબ જરૂરી છે. 

    તેમણે કહ્યું હતું કે, રાજ્યના તમામ ગામોમાં શહેર જેવી સુવિધાઓ ઉભી કરવી તેમજ ગ્રામ્ય કક્ષાના કામો ઝડપી, ગુણવત્તાયુક્ત અને નક્કર બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. મંત્રીએ ઉપસ્થિત અધિકારીઓને રાજ્યના છેવાડાના નાગરિકો વિકાસથી વંચિત ન રહે તે માટે સરકારી ભૌતિક તથા નાણાકીય લક્ષ્યો સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે સુચારું આયોજન કરવાના નિર્દેશો આપ્યા હતા.આ સમીક્ષા બેઠકમાં ગ્રામ વિકાસ વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદી, પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના અધિક કમિશનર બી.એમ પ્રજાપતિ સહિત રાજ્યના તમામ જિલ્લાના નિયમકઓ ઉપસ્થિત રહ્યા હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply