રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ સતલાસણા તાલુકાના જસપુરિયા ગામે પ્રાથમિક શાળામાં કર્યું રાત્રિ રોકાણ
Live TV
-
મહેસાણા જિલ્લાની બે દિવસીય મુલાકાત દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સતલાસણા તાલુકાના જસપુરિયા ગામે રાત્રિ સભા બાદ પ્રાથમિક શાળામાં રાત્રિ રોકાણ કર્યું હતું.
આજે સવારે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકો સાથે સહજ સંવાદ કરી રાજ્યપાલએ બાળકોને શિક્ષણનું મહત્ત્વ સમજાવી ઉચ્ચ અભ્યાસ કરીને જશપુરીયા ગામનું અને દેશનું નામ રોશન કરવા શુભેચ્છાઓ પાઠવી હતી. આ તકે શાળાના વિદ્યાર્થીઓએ રાજ્યપાલ સાથે સંવાદ કરવાનો આનંદ વ્યક્ત કરી રાજ્યપાલને હળની ભેટ આપી હતી.આ મુલાકાત વેળાએ જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી ડૉ હસરત જૈસમીન, જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી, નિવાસી અધિક કલેક્ટર જશવંત કે. જેગોડા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
