રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ઉત્તરાયણ અને મકરસંક્રાંતિની શુભેચ્છાઓ પાઠવી
Live TV
-
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સૌ ગુજરાતી પરિવારજનોને ઉત્તરાયણ અને મકરસંક્રાંતિની શુભેચ્છાઓ પાઠવી છે. ઉત્તરાયણ - પતંગપર્વ આનંદ અને ઉલ્લાસનું પર્વ છે. સૌ પોતપોતાના પરિવાર અને સ્નેહીજનો સાથે પતંગ ઉડાડશે. પતંગોત્સવની ઉજવણી ખૂબ જ સલામતી અને સાવધાનીપૂર્વક કરવાની તાકીદ કરતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પક્ષીઓ અને અબોલ પશુઓના જીવ ન જોખમાય એ જોવાની જવાબદારી પણ આપણી છે. ઉત્તરાયણનું પર્વ કરુણા અને સંવેદનાનું પર્વ બની રહે એ પણ જરૂરી છે. સૂર્યદેવની કૃપા સૌના પર સદાય વરસે એવી અભ્યર્થના વ્યક્ત કરતાં રાજ્યપાલએ સૌ પોતપોતાના આભમાં, પોતપોતાના ક્ષેત્રમાં પતંગ જેમ ગગનચૂંબી પ્રગતિ કરે એવી શુભકામનાઓ પાઠવી છે.
