Skip to main content
Settings Settings for Dark

રાજ્યભરમાંથી સહકારી ક્ષેત્રે જોડાયેલા ભાઈઓ-બહેનોએ પ્રધાનમંત્રી મોદીનો આભાર વ્યક્ત કરતા 1 કરોડ 11 લાખ 75 હજાર પોસ્ટકાર્ડ લખ્યા

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ગુજરાત સહિત સમગ્ર દેશમાં સહકારી માળખાનો અભૂતપૂર્વક વિકાસ થઈ રહ્યો છે, જેના પરિણામે પશુપાલકો-ખેડૂતો આર્થિક અને સામાજિક રીતે ખૂબ સદ્ધર બન્યા છે.

    સહકારી ક્ષેત્રે લેવાયેલા લોકહિતકારી નિર્ણયો બદલ સહકારી ક્ષેત્રના અગ્રણીઓ, હોદ્દેદારો અને સભાસદો દ્વારા પોસ્ટકાર્ડ મારફત પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત પ્રધાનમંત્રીના જન્મ દિવસ તા. 17 સપ્ટેમ્બર, 2025થી અત્યારસુધીમાં સમગ્ર રાજ્યમાંથી 1 કરોડ 11 લાખ 75હજાર પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા છે.

    પોસ્ટ વિભાગ દ્વારા દર વર્ષે સમગ્ર દેશ માટે અંદાજે 1.50 કરોડ પોસ્ટકાર્ડ છાપવામાં આવે છે, જ્યારે માત્ર ગુજરાતના સહકાર ક્ષેત્ર દ્વારા ખુબ જ ટૂંકા સમયગાળામાં 1 કરોડ 11 લાખ 75 હજાર  પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા છે. આ લખેલા પોસ્ટકાર્ડોનું, આત્માનિર્ભર ભારત, સ્ટેચ્યુ ઓફ યુનિટી, બુલેટ ટ્રેન, વિકસિત ભારત @ 2047, ઓપરેશન સિંદૂર, અટલ બ્રિજ, આપણી મેટ્રો વગેરે જેવી થીમ ઉપરનું, પ્રદર્શન વલ્લભ સદન, સાબરમતી રિવરફ્રન્ટ, અમદાવાદ ખાતે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જેનો જાહેર જનતા  તા. 10 ઓકટોબર, 2025 સુધી લાભ લઈ શકશે.

    પ્રધાનમંત્રીના નેતૃત્વમાં GSTમાં ઘટાડો, મેક ઇન ઇન્ડિયા, સ્વદેશી પ્રોત્સાહન, આત્મનિર્ભર ભારત અભિયાન જેવા લેવામાં આવેલા વિવિધ પગલાંઓના પરિણામે ગરીબ, મધ્યમવર્ગ અને ખેડૂત સૌ માટે સુખાકારીનો નવો યુગ શરૂ થયો છે. વધુમાં, GST સુધારણાના પગલાંથી ઉપકરણો, ખાતર, બિયારણ બધું જ સસ્તું થયું છે, જેથી ખેડૂતો પાસે પૈસાની વધુ બચત થઈ છે અને આર્થિક રીતે સશક્ત બન્યા છે. આમ, ડેરી અને કૃષિ ક્ષેત્રે થયેલા આમૂલ પરિવર્તનને પરિણામે ગ્રામીણ અર્થવ્યવસ્થાને પણ ખૂબ સારો વેગ મળ્યો છે. 

    સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માના માર્ગદર્શનમાં રાજ્યમાં આવેલ 12000 ગામડાઓમાં  આવેલ દૂધ ઉત્પાદક મંંડળીઓ, પ્રાથમિક સેવા સહકારી મંડળીઓ, માર્કેટિંગ સોસાયટીઓ, પ્રોસેસિંગ સોસાયટીઓ,તથા અન્ય મંડળીઓ એમ કુલ  28000થી વધુ સહકારી મંડળીઓ તથા સ્ટેટ કો-ઓપરેટીવ બેંક, સેન્ટ્રલ કો-ઓપ. બેંક, ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશન, દૂધ સંધો,ગુજરાત રાજ્ય કો.ઓપ.માર્કેટીંગ ફેડરેશન, ખરીદ-વેચાણ સંધોના સભાસદો દ્વારા પ્રધાનમંત્રીને કૃતજ્ઞતા વ્યક્ત કરતાં પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા છે. 

    કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહના માર્ગદર્શનમાં દેશભરમાં ‘આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ 2025’ની ઉજવણી થઈ રહી છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે સહકારી ક્ષેત્રે અનેક આયામો સર કર્યા છે. જે અંતર્ગત PACS કોમ્પ્યુટરાઇઝેશન, ઝીરો ટકા વ્યાજ સહાય, ગોડાઉન બાંધવા માટે સહાય, CSC થી સભાસદોને ગ્રામીણ કક્ષાએ તમામ સુવિધાઓ ઉપલબ્ધ, PACS પાણી સમિતી તરીકે કાર્યરત, ખાતર વિતરણ, PMKSK, વિશ્વનો સૌથી મોટો અનાજ સંગ્રહ કાર્યક્રમ, PACS ઇન્સેટીવ મારફત થતા આર્થિક લાભ, મલ્ટીસ્ટેટ સહકારી મંડળીઓ: NCEL, NCOL, BBSSL ના સભાસદ, પ્રાકૃતિક ખેતી, પમ્પ સિંચાઈ યોજના હેઠળ પિયત સહકારી મંડળીઓને સહાય, દૂધ મંડળીઓને સોલાર રૂફટોપ માટે સહાય, દૂધઘરથી પશુપાલકોને લાભ, કિસાન સન્માન નીધિ, સૌરાષ્ટ્ર માટે પાણી આપતી સૌની યોજના, મહિલાઓને સન્માન, ટેકાના ભાવે MSP, વિધવા સહાય, સ્વદેશી-વોકલ ફોર લોકલ જેવી અનેક ખેડૂતલક્ષી/પ્રજા કલ્યાણલક્ષી યોજનાઓનો સમાવેશ થાય છે.   
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply