રાજ્યમાં આજથી 6 સપ્ટેમ્બર સુધી વરસાદની હવામાન વિભાગની આગાહી
Live TV
-
બંગાળની ખાડીમાં ડિપ્રેશન બનવાની શક્યતાને પગલે અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં પણ 2 દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં ચાર દિવસ પડેલા ભારે વરસાદ બાદ જનજીવન સામાન્ય થઈ રહ્યું છે. ત્યારે અત્યાર સુધીમાં રાજ્યમાં સિઝનનો કુલ 111.18 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.જેમાં કચ્છમાં સૌથી વધુ 179.21 ટકા વરસાદ થયો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં 124.96, દક્ષિણ ગુજરાતમાં 111.58, મધ્ય ગુજરાતમાં 105.09 ટકા વરસાદ થયો છે.
ઉત્તર ગુજરાતમાં હજી 12 ટકાની ઘટ સાથે 88.26 ટકા વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં કચ્છના મુંદ્રામાં સૌથી વધુ એક ઇંચ વરસાદ નોંધાયો છે .. જ્યારે સુરતમાં 24 અને ભાવનગરમાં 15 મિલી મીટર વરસાદ નોંધાયો છે. રાજ્યમાં હાલ 130 ડેમ હાઇ એલર્ટ પર છે જ્યારે 16 એલર્ટ પર અને 6 ડેમ વોર્નિંગ પર છે. ઉપરાંત 110 ડેમ 100 ટકા ભરાયા છે. છેલ્લા 24 કલાકમાં સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી તાલુકાના રળોલ ગામે ડૂબી જવાથી એક વ્યક્તિનું મૃત્યુ થયું છે તો, બીજી તરફ હવામાન વિભાગે આગામી 2 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર સુધી સૌરાષ્ટ્ર -કચ્છમાં ભારે વરસાદની આગાહી કરી છે.
