Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં કોરોનાના આજે નવા 162 કેસ નોંધાયા,02 દર્દીઓના મોત નીપજ્યા 

Live TV

X
  • રાજ્યમાં કોરોનાના કેસમાં દિન-પ્રતિદિન ઘટાડો થઈ રહ્યો છે. જેને સારી બાબત ગણી શકાય. રાજ્યમાં કોરોનાના આજે નવા 162 કેસ નોંધાયા છે. તો રાજ્યમાં આજે કોરોનાથી 2 વ્યક્તિનું મૃત્યુ થયું છે. આજે 333 દર્દી કોરોનાને માત આપી સ્વસ્થ થયા છે. રાજ્યના મહાનગરોમાં વિગતવાર વાત કરીએ તો અમદાવાદમાં આજે નવા 64 કેસ નોંધાયા છે. વડોદરામાં 14, રાજકોટમાં 8, સુરતમાં 5 અને ગાંધીનગરમાં 3 નવા કેસ નોંધાયા છે. જામનગરમાં 01, ભાવનગરમાં 0 અને જૂનાગઢમાં 0 કેસ નોંધાયા છે. 

    રાજ્યના જિલ્લાઓમાં કોરોનાના કેસની વિગતવાર વાત કરીએ તો, આણંદમાં 09, અરવલ્લીમાં 01, બનાસકાંઠામાં 12, દાહોદમાં 01, ખેડામાં 03, કચ્છમાં 11, તાપીમાં 2 કેસ નોંધાયા છે. અમરેલી, દેવભૂમિ દ્વારકા, ગીરસોમનાથ, નવસારી,પંચમહાલ, સાબરકાંઠા, મહીસાગરમાં એકપણ કેસ નોંધાયો નથી. મહેસાણામાં 03 અને વલસાડમાં પણ 03 કેસ નોંધાયા છે. 
     
    રાજ્યમાં કુલ 1,647 એક્ટિવ કેસ નોંધાયા છે જેમાંથી 16 દર્દી વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યાં છે. અત્યાર સુધીમાં કુલ 12,10,211 દર્દી કોરોનાને માત આપી સ્વસ્થ થયા છે. તો કુલ 10,932 દર્દીએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે. 

    અત્યાર સુધીમાં કુલ 10,30,15,365 લોકોને કોરોનાની રસી અપાઇ છે. જેમાં આજે હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 9 લોકોને કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 536 નાગરિકોને રસીનો પ્રથમ અને 1,997 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 3,636 નાગરિકોને રસીનો પ્રથમ અને 11,096 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો છે. 15થી 18 વર્ષ સુધીના 274 કિશોરને રસીનો પ્રથમ અને 9,336 કિશોરને બીજો ડોઝ અપાયો છે. તો રાજ્યમાં આજે 4,650 લોકોને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
apply