Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો, આજે નવા 293 કેસ નોંધાયા

Live TV

X
  • રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા નાગરિકો મુક્ત રીતે રાજ્યમાં હરતા-ફરતા જોવા મળી રહ્યાં છે. આજે નવા 293 કેસ નોંધાયા છે. તો 8 દર્દીનું કોરોનાથી મૃત્યુ થયું છે. 729 દર્દી કોરોનાને માત આપીને સ્વસ્થ થયા છે. રાજ્યના મહાનગરોમાં કોરોનાના કેસની વિગતવાર વાત કરીએ તો, અમદાવાદમાં નવા 115, વડોદરામાં 53, રાજકોટમાં 16, ગાંધીનગરમાં 12, સુરતમાં 17 અને ભાવનગરમાં 2 નવા કેસ નોંધાયા છે. 

    રાજ્યના જિલ્લાઓમાં કોરોનાના કેસની વિગતવાર વાત કરીએ તો, બનાસકાંઠામાં 9, મોરબીમાં 8, દાહોદ, મહેસાણા અને પાટણમાં 6-6 કેસ નોંધાયા છે. અરવલ્લી, સુરેંદ્રનગર અને ખેડામાં નવા 5-5 કેસ નોંધાયા છે. અમરેલી ,આણંદ, ડાંગ , તાપી અને વલસાડમાં નવા 4-4 કેસ નોંધાયા છે. સાબરકાંઠામાં 3 અને પંચમહાલમાં નવા 2 કેસ નોંધાયા છે. તો ભરુચ અને નવસારીમાં નવો 1-1 કેસ નોંધાયો છે. 

    રાજ્યમાં કુલ 2,942 એક્ટિવ કેસ નોંધાયા છે જેમાંથી 34 દર્દી વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યાં છે. અત્યાર સુધીમાં કુલ 12,08,013 દર્દી કોરોનાને માત આપી સ્વસ્થ થયા છે. તો કુલ 10,919 દર્દીએ કોરોનાથી જીવ ગૂમાવ્યો છે. 

    અત્યાર સુધીમાં કુલ 10,27,29,664 લોકોને કોરોનાની રસી અપાઇ છે. જેમાં આજે હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 9 લોકોને કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ જ્યારે 48 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 2,721 નાગરિકોને રસીનો પ્રથમ અને 5,830 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 11,105 નાગરિકોને રસીનો પ્રથમ અને 34,506 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો છે. 15થી 18 વર્ષ સુધીના 4,558 કિશોરને રસીનો પ્રથમ અને 42,023 કિશોરને બીજો ડોઝ અપાયો છે. તો રાજ્યમાં આજે 14,202 લોકોને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
apply