Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં કોરોનાના 61 કેસ સાથે સાજા થવાનો દર 99.03 ટકા

Live TV

X
  • રાજ્યમાં કોરોનાના કેસમાં દિન-પ્રતિદિન ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં કોરોનાના આજે નવા 61 કેસ નોંધાયા છે. તો રાજ્યમાં આજે કોરોનાથી એક પણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી. આજે 186 દર્દી કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા છે. રાજ્યના મહાનગરોમાં નોંધાયેલા કોરોના કેસમાં અમદાવાદમાં આજે નવા 26 કેસ નોંધાયા છે. વડોદરામાં 14, રાજકોટમાં 3, સુરતમાં 2 અને ગાંધીનગરમાં 3 નવા કેસ નોંધાયા છે. જામનગર, ભાવનગર, કચ્છ, દાહોદ , ખેડા, છોટાઉદેપુર, મોરબી, પંચમહાલ, સાબરકાંઠા અને જૂનાગઢમાં 0 કેસ નોંધાયા છે. 

    રાજ્યના જિલ્લાઓમાં કોરોનાના કેસની વિગતવાર વાત કરીએ તો, આણંદમાં 1,  બનાસકાંઠામાં 3, મહેસાણા 2,  અને સુરેન્દ્રનગરમાં 1, ડાંગમાં 6 અને તાપીમાં, નવસારી, અરવલ્લી 1 કોરોના કેસ નોંધાયો છે. મહિસાગર, પાટણ, અમરેલી, ભરુચ, ભાવનગર, બોટાદ, ગીરસોમનાથ, દેવભૂમિ દ્વારકા, નર્મદા, પોરબંદર અને વલસાડ જિલ્લામાં આજે એક પણ કોરોના પોઝિટીવ કેસ નથી નોંધાયા.
     
    હાલ રાજ્યમાં કુલ 984 એક્ટિવ કેસ નોંધાયા છે જેમાંથી 8 દર્દી વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યાં છે. અત્યાર સુધીમાં કુલ 12,11,273 દર્દી કોરોનાને માત આપી સ્વસ્થ થયા છે. તો કુલ 10,934 દર્દીએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે. અત્યાર સુધીમાં કુલ 10,33,89,310 લોકોને કોરોનાની રસી અપાઇ છે. જેમાં આજે 96,289 લોકોને કોરોનાની રસી અપાઈ છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply