રાજ્યમાં કોરોના કાબુમાં, આજે નવા 230 કેસ નોંધાયા
Live TV
-
રાજ્યમાં કોરોના હવે કાબુમાં આવ્યો હોય તેવું કહી શકાય કારણ કે કોરોનાના નવા કેસમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. રાજ્યમાં આજે નવા 230 કેસ નોંધાયા છે. 2 દર્દીએ કોરોનાથી ગૂમાવ્યો જીવ. તો 491 દર્દી કોરોનાને માત આપી સ્વસ્થ થયા છે. રાજ્યના મહાનગરોમાં કોરોનાના નવા કેસની વાત કરવામાં આવે તો અમદાવાદમાં 102, વડોદરામાં 38, રાજકોટમાં 17, ગાંધીનગરમાં 7, સુરતમાં 6, જામનગરમાં એક નવો કેસ નોંધાયો છે.
રાજ્યના જિલ્લાઓમાં કોરોનાના કેસની વિગતવાર વાત કરીએ તો, બનાસકાંઠામાં 8, આણંદ અને ડાંગમાં 6-6, મહેસાણામાં 6, ભરુચ, પાટણ અને સાબરકાંઠામાં 5-5 કેસ નોંધાયા છે. અરવલ્લી, દાહોદ, ખેડા, મોરબી, પંચમહાલ, તાપી, વલસાડમાં નવા 2-2 કેસ નોંધાયા છે. દેવભૂમિ દ્વારકા , કચ્છ, નવસારી, અને સુરેન્દ્રનગરમાં નવો 1-1 કેસ નોંધાયો છે.
રાજ્યમાં કુલ 2,275 એક્ટિવ કેસ નોંધાયા છે જેમાંથી 23 દર્દી વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યાં છે. અત્યાર સુધીમાં કુલ 12,09,148 દર્દી કોરોનાને માત આપી સ્વસ્થ થયા છે. તો કુલ 10,926 દર્દીએ કોરોનાથી જીવ ગૂમાવ્યો છે.
અત્યાર સુધીમાં કુલ 10,29,24,674 લોકોને કોરોનાની રસી અપાઇ છે. જેમાં આજે હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 15 લોકોને કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ જ્યારે 18 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 2,041 નાગરિકોને રસીનો પ્રથમ અને 5,826 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 9,032 નાગરિકોને રસીનો પ્રથમ અને 32,814 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો છે. 15થી 18 વર્ષ સુધીના 2,314 કિશોરને રસીનો પ્રથમ અને 30,187 કિશોરને બીજો ડોઝ અપાયો છે. તો રાજ્યમાં આજે 9,442 લોકોને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યો છે.
