Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં નલિયા સિઝનનું સૌથી નીચું તાપમાન 8.8 ડિગ્રી ધરાવતું સૌથી ઠંડુ શહેર

Live TV

X
  • રાજ્યમાં અત્યારે વાતાવરણમાં ઠંડી અને ગરમી બંને જોવા મળી રહ્યું છે. રાજ્યમાં પહેલીવાર ઠંડીનો પારો સિંગલ ડિજિટમાં પહોંચ્યો છે. આ શિયાળાની સિઝનમાં સૌથી નીચું લઘુત્તમ તાપમાન નલિયામાં નોંધાયું છે. 8.8 ડિગ્રી સાથે નલિયા રાજ્યમાં સૌથી ઠંડુ શહેર રહ્યું છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. એ.કે.દાસના જણાવ્યા અનુસાર, હાલમાં ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવન ફૂંકાઈ રહ્યા છે, જેથી લઘુત્તમ તાપમાનમાં કોઈ ખાસ બદલાવ જોવા નહીં મળે. ફક્ત એકથી બે ડિગ્રી સેલ્સિયસ વધઘટ થવાની શક્યતા છે.

    ગઈકાલે નલિયાનું લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી સેલ્સિયસ હતું, જે પણ સિઝનનું સૌથી નીચુ તાપમાન હતું. બીજા દિવસે 0.2 ડિગ્રીના ઘટાડા સાથે સૌથી ઠંડુ શહેર નલિયા રહ્યું. જ્યારે અમદાવાદમાં 0.3 ડિગ્રી સેલ્સિયસના ઘટાડા સાથે 13.1 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
apply